આમદની અઠ્ઠની, ખર્ચા રૂપૈયા!!!
૨૦૧૪, ૨૦૧૫ અને ૨૦૧૬માં સરકારના ઉત્સવો દરમિયાન વિદેશી પ્રવાસીઓની પાંખી હાજરી: વિધાનસભામાં અપાયા આંકડા
ગુજરાત સરકારે ખ્યાતનામ રણોત્સવ, પતંગ ઉત્સવ અને નવરાત્રી ઉત્સવ પાછળ રૂ.૪૨.૬૭ કરોડનો ખર્ચો કર્યો છે ત્યારે આ ઉત્સવોમાં માત્ર ૨૪૫ વિદેશી પ્રવાસીઓએ જ હાજરી આપ્યો હોવાનો આશ્ર્ચર્યજનક ખુલાસો થયો છે. સરકારે ઉત્સવો પાછળ ૪૨.૬૭ કરોડનો ખર્ચો વર્ષ ૨૦૧૪, ૨૦૧૫ અને ૨૦૧૬માં કર્યો હતો.
આ વિગતો વિધાનસભામાં વરિષ્ઠ નેતા વલવંતસિંહ રાજપુત દ્વારા પ્રવાસન વિભાગ મંત્રીને પુછાયેલા પ્રશ્ર્નમાં જાણવા મળી હતી. બલવંતસિંહ રાજપુતે પ્રશ્ર્ન પુછયો હતો કે, વર્ષ ૨૦૧૪, ૨૦૧૫ અને ૨૦૧૬માં રણોત્સવ, પતંગ ઉત્સવ અને નવરાત્રી ઉત્સવ પાછળ કેટલો ખર્ચ સરકારે કર્યો હતો. જેના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪માં ૧૦.૪૯ કરોડ, ૨૦૧૫માં ૧૧.૮૫ કરોડ અને ૨૦૧૬માં રૂ.૨૦.૩૩ કરોડનો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો.
આ સમયગાળા દરમિયાન ઉત્સવોમાં ૩૮૧૪૯ સનિક અને ૫૮ વિદેશી મહેમાનોએ હાજરી આપી હતી. સરકારના કરોડો રૂપિયા જાહેરાતો પાછળ વેડફાઈ ગયા હોવાનું આ આંકડા પરી ફલીત થાય છે.