સરકાર દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક યોજનાઓ બહાર પાડી ચૂકી છે. તમારા ઘરે દીકરી છે અને તમે તેના સેફ ફ્યૂચર માટે ઇન્વેસ્ટ કરવા ઇચ્છો છો તો તમે વિવિધ સરકારી યોજનાઓની મદદ લઇ શકો છો. આજે અમે આપને આવી જ કેટલીક સરકારી યોજનાઓ વિશે જણાવી રહ્યા છીએ જેના આધારે તમે તમારી દીકરીઓને યોગ્ય સુવિધા અને ફ્યુચર આપી શકો છો.
ભાગ્ય શ્રિ યોજના
ભાગ્ય શ્રિ યોજનાને મહારાષ્ટ્ર સરકારે દીકરીઓ માટે આ યોજનાને બેટી બચાઓ, બેટી પઢાઓની સાથે જોડી છે. ગરીબી રેખાની નીચેના પરિવારને ધ્યાનમાં રાખીને આ સ્કિમ 8 માર્ચ 2015ના લોન્ચ થઈ.આ યોજનામાં દરેક ગરીબ પરિવારમાં જન્મેલી દીકરીઓના ખાતામાં સરકાર 21,200 રૂપિયા જમા કરાવશે, જ્યારે આ દીકરી 18 વર્ષ પૂરા કરે છે ત્યારે સરકાર તેને એક લાખ રૂપિયા આપે છે.
સુકન્યા સમ્રૃદ્વિ યોજના
સુકન્યા સમૃદ્ધિ યોજના ખાસ કરીને દીકરીઓના હાયર એજ્યુકેશન કે લગ્નને માટે બનાવવામાં આવી છે. દીકરીઓને માટે ઇન્વેસ્ટમેન્ટની સાથે ટેક્સ સેવિંગનો પણ સારો ઓપ્શન છે. તેમાં કોઇ જોખમ નથી. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ઇન્વેસ્ટ કરાતી રકમ પર 8.5%ના દરે વ્યાજ મળે છે. દીકરીના જન્મથી લઇને 15 વર્ષની ઉંમર સુધી સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ડિપોઝીટર કે ગાર્ડિયન રૂપિયા જમા કરી શકે છે. 1000 રૂપિયાની મિનિમમ રકમ ન ભરી શકવા પર 50 રૂપિયાની પેનલ્ટી લાગશે. સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ પર વ્યાજ મળશે નહીં. પરંતુ સેવિંગ અકાઉન્ટ ઇન્ટરેસ્ટ 4 ટકા મળશે. તમે નાણાંકીય વર્ષમાં આ એકાઉન્ટમાં વધારેમાં વધારે 1.5 લાખ રૂપિયા જમા કરી શકો છો. જો તેનાથી વધારે રકમ ભૂલથી જમા કરી હોય તો તેને કાઢી પણ શકો છો. હવે તમે કેશ/ચેક કે ડિમાન્ડ ડ્રાફ્ટ સિવાય ઇ ટ્રાન્સફર કે ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકો છો.
ધન લક્ષ્મી યોજના
આ યોજના 2008માં લોન્ચ કરવામાં આવી. તેમાં બાળકના જન્મનું પ્રમાણપત્ર, ટીકાકરણ અને અભ્યાસની સાથે 18 વર્ષની ઉંમરે લગ્ન કરાવવામાં આવે તો 1 લાખ રૂપિયાની રકમ આપવાની વ્યવસ્થા છે. આ યોજનાને પાયલટ પ્રોજેક્ટને આધારે કેટલીક જગ્યાએ શરૂ કરવામાં આવી છે.
લાડલી યોજના
યોજના જમ્મૂ કાશ્મીરના રાજ્યના 6 જિલ્લામાં શરૂ કરાઇ હતી. એપ્રિલ 2015માં રાજ્ય સરકારે દીકરીઓના જન્મ પર 1000 રૂપિયા દર મહિને જમા કરાવવાનું નક્કી કર્યું છે. આ રાશિ દીકરી 14 વર્ષની થાય ત્યાં સુધી જમા થતી રહેશે. જ્યારે તે 21 વર્ષની થશે ત્યારે તેને 6.5 લાખ રૂપિયા આપવામાં આવશે. જો કે આ યોજનાનો લાભ એ લોકો જ લઇ શકશે જેમની વાર્ષિક આવક 75000 રૂપિયાથી ઓછી છે.
બેટી હૈ અનમોલ
બેટી હૈ અનમોલ યોજનામાં સરકાર બીપીએલ પરિવારપમાં દીકરીના જન્મ બાદ 10000 રૂપિયાની રકમ બેંક ખાતામાં જમા કરાવે છે. આ દીકરીના અભ્યાસ માટે 12મા સુધી 300થી 1200 રૂપિયાની રકમની સ્કોલરશીપ આપવામાં આવે છે.