રાજકોટના જિજ્ઞાષુ વૈષ્ણવજનો અને માનવ સમાજની યુવા ઉગતી પેઢીને પ્રેરણાપ્રદાન કરતી રાજકોટ શહેરની પશ્ર્ચિમે નાનામવા રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે આવેલ ‘શ્રીનાથધામહવેલી’માં પુષ્ટિ વિચારધારાને પ્રકાશિત કરવાનું વિશ્ર્વભરમાં અભિયાન ચલાવનાર વૈષ્ણવચાર્ય પૂ.પ.ગો.108 વ્રજ રાજકુમારજી મહોદયની પાવન અને પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાસંગીક વિવિધ ધર્મોત્સવો યોજવામાં આવ્યો હતો.લોકોની આંખો અને હૃદયના ભાવોને સંવેદનાનો આવિર્ભાવ કરતી આ શ્રીનાથધામ હવેલીમાં ઠાકોરજીના છ સ્વરૂપો બિરાજે છે.
વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન છેલ્લા 2 વર્ષથી શ્રીનાથધામ હવેલી નાના મૌવા રોડ પર કાર્યરત છે. અહીંયા ગીરીરાજજી, શ્રીનાથજી, બાલકૃષ્ણલાલજી, દ્વારકાધીશજી, મહાપ્રભુજી સહિતના બધાજ સ્વરૂપો બીરાજે છે. ખુબ મોટી સંખ્યામાં વૈષ્ણવો દર્શનાર્થે આવતા હોય છે. આ સૌરાષ્ટ્રનું નાથદ્વારા છે. શ્રીનાથધામ હવેલી અને વૈષ્ણવોમાં દર્શનમાં ખૂબજ ઉત્સાહ રહે છે.
ગીરીરાજ બાવાના દુગ્ધાભીશેકનાં પણ અહીયા કાર્યક્રમો હતા ગીરીરાજની પરીક્રમાં કરવામાં આવી હતી. જતીપુરા વારંમવાર ન જઈશકીએ પણ જતીપુરાની સીલા અહીયા બીરાજે છે. અને અસંખ્ય વૈષ્ણવો દર્શન લાભ લઈ ધન્યતા અનુભવી હતી. અહીયા અન્નકોટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમાં સવારે ગોવર્ધન પૂજા કરવામાં આવી આજથી પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન કૃષ્ણએ સ્વયંમજ વ્રજના અંદર ઈન્દ્ર યાગ બંધ કરાવ્યો હતો. અને ગોવર્ધન યાગ કરવા માટેની સર્વ વ્રજભકતોને પ્રેરણા આપી હતી ત્યારથી ભગવાન કૃષ્ણની આજ્ઞાથી જે ગીરીરાજ બાવાને અન્નકોટ ભોગ ધરવામાં આવ્યો હતો.
અને પછી પરીક્રમાં કરવામા આવી એજ ક્રમને 5000 વર્ષનાં પરંપરાનાં ઉપક્રમે પુષ્ટીમાર્ગની બધી જ હવેલીઓનાં અંદર હોદરાવવામાં આવે છે. પુષ્ટીમાર્ગની જે હવેલી નંદાલઈ છે એ વ્રજમાં યશોદાનું નંદલાલજી ઠાકોરજીને લાડ લડાવતા વ્રજભકતો લાડ લડાવતા એજ બધા વ્રજનાં ઉત્સવોએ મણાલીકામાં પુષ્ટીમાર્ગની હવેલી અંદર ઉજવવામાં આવે છે. તે શુંખલાની અંદર આજે અન્નકોટ મહોત્સવનું ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ.
પ્રેમ છે. ત્યાં સમરપણ છે. ત્યા ગાય જેવા બની જવું જોઈએ ત્યાં પરોપકાર વૃત્તી જોઈએ પણ જયાં દુષ્ટો છે. દુર્યોધન જેવા દુષાસન જેવા સીશુપાલ જેવા ત્યા ગાયો નો ચરાવાઈ ત્યાં ઘોડા ચરાવવા પડે તેમજ જીવનની અંદર જયા પ્રેમ છે. ત્યાં ગાયનું સ્વરૂપ ધારણ કરવામાં આવે પણ જયા અમુક પ્રકારની વિકૃતી છે. એના સામે પછી ભગવાને પણ સસ્ત્ર ગ્રહહણ કરેલું હતુ અને કઠોર રહેવું પડયું હતુ તો કયાક વાસુની આવશ્યકતા છે તોકયાંક સુદરસનની અવશ્યકતા હોય છે. આ રીતે કર્મમાર્ગ અને ભક્તિમાર્ગનું સમનમય ભગવાન કૃષ્ણએ લીલાઓમાં આપણને દર્શન કરાવ્યા છે. લગભગ 150 થી વધુ અલગ અલગ પ્રકારની સામગ્રી ઠાકોરજીને ભોગ ધરવામાં આવ્યો હતો.
ભગવાન કૃષ્ણ જીવન જીવવાની શૈલી આપણને શીખવાડે છે: પૂ.વ્રજરાજકુમારજી
ભગવાન શ્રી કૃષ્ણ આપણા સર્વ માટે રોલ મોડલ છે. મેનેજમેન્ટનો વિષય હોઈ, જીવન જીવવાનો વિષય હોઈ ભગવાન શ્રી કૃષ્ણના સીધ્ધાંતો ને ઉપદેશ્ય જીવન જીવવાની કળા શીખવાળતા હોય છે. ભગવાન કૃષ્ણ કર્મજ્ઞાન અને ભકિતના ઉપદેશો આપણને ભગવત ગીતાનાં માધ્યમથી પ્રદાન કરે છે. તો ભગવાન કૃષ્ણ જીવન જીવવાની શૈલી આપણને શીખવાડે છે. ભગવાન જયારે વ્રજમાં હતા ત્યારે ગાયો ચરાવી, મહાભારતમાં ઘોડા ચરાવ્યા, ભગવાન આપણને શીખવે છે.