શાસ્ત્રીજી ભરતભાઈ મહેતાની વાણીનું રસપાન કરતાં ભાવિકજનો

આજે સાંજે ડાક-ડમરું કાર્યક્રમ: અબતક ચેનલ દ્વારા લાઈવ ટેલીકાસ્ટ

ગોંડલ તાલુકાના માંડણકુંડલા ગામે સમસ્ત ચોવટીયા પરિવાર દ્વારા સુરાપુરા વીરાબાપાના પાવન સાનિઘ્યમાં સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન ૧૩મી એપ્રીલ સુધી કરવામાં આવ્યું છે. જેમાં કથાના વ્યાસાસને ડોડીયાનાવાળા (રાજકોટ) શાસ્ત્રી ભરતભાઈ મહેતા વ્યાસપીઠ પર બિરાજી પોતાની વાણી વરસાવી રહ્યા છે. જેમાં ગઈકાલે કૃષ્ણજન્મ, રામ જન્મ અને નંદોત્સવ સહિતના કાર્યક્રમો યોજાયા હતા અને સાંજે સમસ્ત ચોવટીયા પરીવારનું સ્નેહમિલન યોજાયું હતું. શ્રીમદ ભાગવત સપ્તાહમાં આજે ગોવર્ધન લીલા યોજાશે. સમગ્ર ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું લાઈવ ટેલીકાસ્ટ ‘અબતક’ ચેનલ પર કરવામાં આવી રહ્યું છે.

DSC 4856ભાગવત સપ્તાહમાં સોમવારે નૃસિંહ પ્રાગટય, ગઈકાલે વામન જન્મ, રામ જન્મ કાર્યક્રમો થયા હતા અને સાંજના સમસ્ત ચોવટીયા પરીવારનું ભવ્યાતિભવ્ય સ્નેહમિલન યોજાયું હતું. આજે કથાના ચોથા દિવસે ગોવર્ધન લીલા કાર્યક્રમ યોજાનાર છે અને સાંજના ડાક-ડમરું કાર્યક્રમ યોજાશે.DSC 4863

કથા દરમિયાન દરરોજ બપોરે કથાસ્થળ ઉપર મહાપ્રસાદની ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે. સમસ્ત ચોવટીયા પરીવાર આયોજીત ભાગવત સપ્તાહના આયોજન માટે આયોજકો જહેમત ઉઠાવી રહ્યા છે. વિશાળ સંખ્યામાં ડોમ બનાવી ભાવિકો માટે ખુબ જ સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને આ સપ્તાહમાં સમગ્ર ચોવટીયા પરીવારમાં આનંદની લાગણી સાથે સૌ કોઈ નાના-મોટા કાર્ય કરી રહ્યા છે. કથાના સાતેય દિવસ દરમિયાન રાત્રીના સંતવાણી, રાસ-ગરબા, ભજન-કિર્તન સહિતનાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું લાઈવ ટેલીકાસ્ટ ‘અબતક’ ચેનલ પર કરવામાં આવી રહ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં આ જ્ઞાનયજ્ઞનો લોકો લાભ ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.