હજારો વૈષ્ણવોએ દર્શન પ્રસાદનો લાભ લીધો
ગોવર્ધન ગૌશાળાના લાભાર્થે વિરાટ સોમયજ્ઞના સોમયાજી દિક્ષિત જ.પ.ડો.અનંત વિભૂષિત એવમ પદ્મ ભુષણ વલ્લભ સંપ્રદાચાર્ય વિદ્રદ્રર્ય પૂ. પાદ ગોસ્વામી ગોકુલોત્સવજી મહારાજ ઈશ્ર્વર એવમ પૂ.પાદ ગોસ્વામી વ્રજોત્સવજી મહારાજ અવેમ પૂ. પાદ ગોસ્વામી ઉમંગ બાવાની આગ્યાથી વિરાટ સોમયજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ. વિરાટ સોમયજ્ઞ દ્વારા રાષ્ટ્રમાં ઉર્જા ઉત્પન થાય છે. તેમજ રાષ્ટ્રમાં સુખ શાંતિ અને સમુધ્ધિ આવે છે. આ વિરાટ સોમયજ્ઞને સફળ બનાવવા અનેક વૈષ્ણવમંડળ અને અન્ય સેવા ભાવિ મંડળ અનેક સંસ્થા તેમજ બહોળી સંખ્યામાં મહિલા મંડળોએ સેવા આપી આ મહોત્સવને સહકાર આપેલ છે. સોમયજ્ઞમાં કવિનર પૂર્વ કોર્પોરેટર જેરામભાઈ વાડોલીયા તેમજ ગોર્વધનમાં ગૌ રમળાની સમગ્ર ટીમના સહયોગથી એકસો પંચાસ ફૂટ રીંગરોડ દ્વાકેશ હાઈટર્સ બિલ્ડીંગની બાજુમાં લલીતભાઈ ભાલોડીયાના ગ્રાઉન્ડમાં યજ્ઞનું આયોજન થયેલ તેમજ પી.ટી.જાડેજા ઓલ ઈન્ડીયા રાજપુત સમાજ પ્રમુખના ગ્રાઉન્ડમાં પ્રસાદ વ્યવસ્થા રાખેલ વિષ્ણુ ગોપાલ યજ્ઞમાં સાતસોથી વધારે નવ દંપતિએ યજ્ઞમાં બેસવાનો લાવો લય જીવન ઉરજા મય બનાવેલ.
યજ્ઞનાં મુખ્ય યજમાન બિપીનભાઈ હદવાણી, રાજુભાઈ કાલરીયા, સુનિલભાઈ મહેતા, કિશોરભાઈ સાવલીયા, મનીષભાઈ માડેકા, ભિખાભાઈ વિરાણી, કૃષ્ણકાંતભાઈ ધોળકીયા, જેરામભાઈ વાડોલીયા, જેન્તીભાઈ સખીયા પ્રકાશભાઈચોટાઈ, પ્રભુદાસભાઈ પારેખ, દિલીપભાઈ સોમૈયા, વિનુભાઈ પારેખ, સુખાભાઈ કોરડીયા, જગદીશભાઈ હરીયાણી તેમજ અન્ય સામગ્રીના દાતાઓનો સહકાર મળેલ.