સુપર કોમ્પ્યુટરના કોડીંગના એલ્ગીરીધમ સમજવા સંસ્કૃત ભાષા જાણવી અને સમજવી જરુરી – કેન્દ્રીય મંત્રી અનંત કુમાર
અંગ્રેજી તરફનું પ્રભુત્વ છોડી સંસ્કૃત ભાષા પર ભાર આપવો જોઇએ – અનંત કુમાર
સુપર કોમ્પ્યુટર ના કોડિગ માટે સંસ્કૃતનો ઉપયોગ કરવા સરકાર વિચારવા કરી રહી છે. અંગ્રેજી ભાષા પ૧ના ભારતીયોના પ્રભુત્વની આલોચના કરતા કેન્દ્રીય મંત્રી અનંત કુમાર હેગડેએ કહ્યું કે, સુપર કોમ્પ્યુટરની ભાષા માટે સંસ્કૃત શ્રેષ્ઠ છે. સુપર કોમ્પ્યુટરના કોડિગ માટે સંસ્કૃતનું જ્ઞાન હોવું જરુરી છે. કારણ કે તે એક માત્ર એવી ભાષા છે જે ભવિષ્યમાં સામાન્ય ટેકનોલોજીઓ સાથે અનુકુળ થઇ શકે છે. સુપર કોમ્પ્યુટરને લઇ બુધવારે મંત્રીઓની એક બેઠક મળી હતી જેમાં મંત્રી અનંત કુમારે વધુમાં જણાવતા કહ્યું હતું કે, આધુનિક વૈજ્ઞાનિક તકનીકના અનુસાર, ભવિષ્યમાઁ સુપર કોમ્પ્યુટરની કોડિગ ભાષાના રુપમાં ઉ૫યોગ થનારા એલ્ગોરીધમ સંસ્કૃતમાં હશે. આથી સુપર કોમ્પ્યુટર માટે અંગ્રેજી ભાષા નહીં પણ સંસ્કૃતનો જ ઉપયોગ કરવો જોઇએ.
કહેવાય છે કે ભારતમાંથી અંગ્રેજો તો ગયા પણ અંગ્રેજી મુકી ગયા. આમ જોઇએ તો આપણી પ્રાચીન ભાષા સંસ્કૃત જ છે. પરંતુ ભારત દેશનીએ બદનસીબી કરી શકાય છે. હાલના સમયમાં ભારતીય લોકો અંગ્રેજી પર ઘ્યાન આપતા થયા છે. કેન્દ્રીય મંત્રીઓએ બેઠકમાં કહ્યું કે, સંસ્કૃત ભાષા પરનું પ્રભુત્વ વધે તેવા પ્રયાસો કરવા જોઇએ જો આગામી પેઢીની ટેકનોલોજીથી માહિતગાર થવું જોઇએ તો સંસ્કૃત ભાષા જાણવી અને સમજવી ખુબ જ જરુરી છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આગામી પેઢીના કોમ્પ્યુટરોની ભાષા સમજવા માટે અંગ્રેજી જાણવું જ પુરતું નથી સંસ્કૃત જ એક ભાગ એવી ભાષા છે જે સુપર કોમ્પ્યુટરના કોડિગમાં વપરાશે.
અનંત કુમાર હેડગેએ ભારતના શતાબ્દી જુના આયુર્વેદીક પ્રથાઓની સરાહના કરતા કહ્યું કે, આગામી સમય એવી આવશે કે લોકોએ એલોપેથીક દવાઓ છોડી ફરજીયાત પણે આયુર્વેદીક દવાઓ પર પાછું આવવું પડશે. ભારતમાં ફાર્માસ્યિુટીકલ ઉઘોગ મોટો છે અને તે સંપૂર્ણપણે રસાયણિક દવાઓ પર આધારીત છે જયારે અમેરિકામાં ખાદ અને ઔષધિ પ્રશાસને હવે, સમગ્ર દવા ના રુપમાં આયુર્વેદને સંપૂર્ણ મંજુરી આપી દીધી છે. જે આગામી પેઢી માટે લાભદાયી નીવડશે.