ઇતિહાસ ગવાહ છે કે દુનિયામાં હંમેશાથી કાળા અને ઘઉવર્ણા સાથે ભેદભાદ અને જુલ્સ થયો છે. આજેપણ ઘણા લોકોની માનસિકતા પ્રમાણે સુંદરતાની પરિભાષામાં ગોરો રંગ જ દેખાય છે. કદાચ લોકોની આ માનસિકતાનો ફાયદો બ્યુટી પ્રોડક્ટ ઉઠાવી રહી છે. પરંતુ અહિં આપણે ગોરા લોકો નહિં પરંતુ ઘઉંવર્ણા લોકોની વાત કરવા જઇ રહ્યા છીએ. જી…હા…. તાજેતરમાં યોજાયેલાં ઇન્દોરમાં પિગમેંટ્રીકોન ૨૦૧૭ પ્રોગ્રામમાં તજજ્ઞોએએ વાતનો ખુલાસો કર્યો હતો કે ભારતીયોની ચામડી દુનિયાના અન્ય દેશોની ચામડીની તુલનાએ અનેકગણી સારી હોય છે. જેના પ્રમાણે ભારતમાં સ્કિન કેન્સરના દર્દી નહિંવત છે.
મોટાભાગના ભારતીયોની ત્વચા ઘઉવર્ણી હોય છે. એટલે તેને સ્કિન કેન્સર થવાની સંભાવના પણ ખૂબ જ ઓછી રહે છે. તજજ્ઞોનાં વધુમાં જણાવ્યા પ્રમાણે ભારતીયોની સ્કિનમાં એક ખાસ ગુણ હોય છે. જેના કારણે લાંબા સમય સુધી તડકાંમાં રહેવા બાદ પણ તેને કોઇ નુકશાન નથી થાતુ. અને તેની ચામડી પોતાની નૈસર્ગીકતા ગુમાવતી નથી. જ્યારે આ બાબતે ગોરા લોકોના ચહેરા પર કરચલી જલ્દી દેખાય છે. ત્યારે ભારતીયોની સ્કિન પર એવું નથી થાતુ એટલે તેના ચહેરા પર ઉંમરની અસર જલ્દી નથી જોવા મળતી.
આ ઉપરાંત ગોરા બનાવતી ક્રિમ બાબતે પણ આ રીસર્ચમાં અનેક ખુલાસાઓ કર્યા છે. જેમાં એ ક્રિમમાં સ્ટીરોઇડ ક્રિમનો ઉપયોગ કરવામાં આવે છે. તેવું દર્શાવાયું છે જેનું આગળ જાતા ભયાનક પરિણામ આવી શકે છે. ખાસ વાત જાણાવીએ કે વિશ્ર્વમાં જ્યાં ગોરી ચામડીનાં પ્રદેશો છે. ત્યાં સ્કિન કેન્સરની માત્રા વધુ પ્રમાણમાં જોવા મળી છે. ત્યારે ભારતીય લોકોની ઘઉવર્ણ સ્કિમ ખૂબ જ હેલ્ધી હોવાથી ચામડીનો આ રોગ આપણાં દેશમાં નહિંવત જોવા મળે છે. અને એટલે જ આપણે તાલીમ હોવાનું ગર્વ હોવું જોઇએ.