આજની ભાગદોડ ભરેલી લાઈફના કારણે લોકોને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આવામાં શરીરને ફિટ રાખવા માટે દૂધી અને આદુનો જ્યુસ બેસ્ટ છે. આ જ્યુસ તમને અનેક બીમારીઓથી દૂર રાખે છે. તેમજ આ બને વસ્તુઓ તમને ઘરમાં થી આસાનીથી મળી જાય છે. દૂધીમાં રહેલા પોટેશિયમ, આયરણ અને વિટામીન્સ શરીરને સ્વસ્થ રાખે છે. તો ચાલો જાણીએ દુધીના જ્યુસ બનવાની વિધિ અને તેના ફાયદા વિષે…
સૌપ્રથમ દુષી અને આદુને છોલીને તેના ટુકડા કરો અને મિકસરમાં થોડું પાણી અને મીઠું નાખીને તેનું જ્યુસ બનાવી લો. તમે ઈચ્છોતો તેમાં કાળા મારી પણ નાખી શકો છો. આ રીતે રોજ ફ્રેશ જ્યુસ બનાવીને પીવાથી અનેક બીમારીઓથી બચી શકાય છે.
1- લિવરની બીમારી..
દૂધીનો જ્યુશ પીવાથી શરીરના બધા વિશિલા પદાર્થ બહાર કાઢવામાં મદદરૂપ બને છે. જેનાથી કિડની અને લીવર સાથેની સબંધિત બીમારી હોવાનો ખતરો ટાળી જાય છે.
2- બ્લડ પ્રેશર
આ જ્યુસનું સેવન કરવાથી શહરિર્મ બ્લડ સર્ક્યુલેશન ઝડપથી થાય છે. જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
3- સ્વસ્થ ત્વચા
દૂધીના જ્યુશમાં રહેલ એન્ટિ -ઓક્સિડેટ લોહીને સાફ જેનાથી સ્કીન હેલડી રહે છે. અને દગ્ત -ધબ્બાની સમસ્યા રહેતી નથી.
4-ડાયાબિટીસ
આ જ્યુસનું સેવન કરવાથી શરીરમાં બ્લડ શુગરનું લેવાલને કંટ્રોલ રાખવામા મદદરૂપ થાય છે. જેથી ડાયાબિટીસ વાળા લોકોને રોજ સવારે આ જ્યુસનું સેવન જરૂર કરવું જોઈએ
5-એસિડિટી
દૂધીની તાસીર ઠંડી હોય છે. જેનાથી આ જ્યુસનું સેવન કરવામાં આવે તો પેટની બળતરા ઓછી થાય છે. તેમજ જે લોકોને એસિડિટીની સમસ્યા હોય એ માટે આ જ્યુસ ખૂબ જ લાભકારી છે. અને રોજ સવારે આ જ્યુસ પીવાથી શરીરની ચરબી પણ ઓછી કરી શકાય છે.