આજે રાતે રામા મંડળનું આયોજન: કથાનો કાલે અંતિમ દિન: આયોજકો ‘અબતક’ના આંગણે
શ્રી રામ જન્મ ભૂમિ અયોઘ્યામાં રામ મંદીર માટે શહીદ થયેલ રામ ભકતોની આત્માની શાંતિ માટે ઓમ વચ્છરાજ ગૌ શાળા તેમજ સમક્ષ સમાજના ગૌ પ્રેમી દ્વારા રાજકોટના ગ્રીન ચોકડી પાસે રોયલ મેળાના ગ્રાઉન્ડમાં તા.૨૯ સુધી ઓમ વચ્છરાજ મહા પુરાણ ગૌ કથાનો આયોજન છે. જેમાં ગૌ કથાનો સમય બપોરના ૩ થી ૬ વાગ્યે સુધી નો છે. અને કથા દરમ્યાન રાત્રે સામાજીક ધાર્મીક સમાજ હીત માટેના કાર્યક્રમો રાખવામાં આવેલ છે. આજે તા. ર૮ ના ગુરુવારે રાત્રે ૯.૩૦ કલાકે રામા મંડળનું આયોજન રાખવામાં આવેલ છે.
આ પ્રસંગે જગતગુરુ કૃષ્ણદેવ નંદગીરીજી મહારાજ, ગૌ ગંગા કૃપાકાશી ગોપાલ મણીજી મહારાજ, અવધુત રામાયણી બાપુ, ગૌ ભકત કાલીદાસ મહારાજ, યોગી દેવનાથ બાપુ, મહંતશ્રી પ્રદયુમનશ્રી બાપુ, રામધણ આશ્રમ રાજકોટ, પરમ પુજય શીતલ આઇ નાગબાઇમાં (મોરબી) શ્રી શ્રી ૧૦૮ મહંતશ્રી સોમીત્રી મહારાજ, શેરનાથ બાપુ, જગજીવનદાસ બાપુ, શ્રી શ્રી ૧૦૮ મહંતશ્રી રામ ગોપાલદાસ મહારા, રાધેશ્યામ બાપુ, રોકડા રામ બાપુએ હાજરી આપશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગૌ સેવક હસુ ભગત, મનીષ પટેલ, સેન્જલ મહેતા, જયેન્દ્ર ચંદવાણીયા, મૌવલીક સુતરીયા, મીલન સોલંકી, દીવ્યેશ પટેલ, દિપેશ ગજજર, અલ્પેશ લેહરુ, પરેશભાઇ તોપન, વિવેક વસાણી, વિકાસ યાદવ, ગુડુ યાદવ, વિયાસ સોઢા, તેજસ સોલંકીએ જહેમત ઉઠાવી હતી.