ભાગ્યે જ કોઈ એવો ગુજરાતીહશે જે આદિત્ય ગઢવીનો ફેન નહિ હોય. લોકગાયક આદિત્ય ગઢવી ૧૮ વર્ષની વયે સૌથી વધુ લોકપ્રિયતા ધરાવતા ગાયક છે. તે ઈ-ટીવી લોક ગાયક ગુજરાતના વિજેતા પણ રહી ચુક્યા છે.આદિત્ય ગદ્વીનો સુરીલો અને પહાડી અવાજ માત્ર ગુજરાજ નહિ પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજી ઉઠ્યો છે. ૨૬મી જાન્યુઆરીની પરેડમાં વડાપ્રધાન નરેન્દ્રમોની સાથે સાથે યુ એસ એ ના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની હાજરીમાં આદિત્ય ગઢવીએ ગુજરાતને પોતાના અવાજમાં પપ્રસ્તુત કર્યું હતું.ગુજરાતી સીનેમાંને આદિત્યના અવાજે એક નવી ઓળખ આપી છે, આ ઉપરાંત તેને બોલીવુડના ખ્યાતનામ સંગીતકાર , ગાયક એ આર રહેમાન સાથે પણ કામ કર્યું છે. એ પી એલ માં ગુજરાત ટાઈટનની ટીમનું એન્થમ સોંગ “આવા દે” માં પણ તેને લોકોને ઝુમાવ્યા હતા. તાજેતરમાં જ તેમના સુરીલા અવાજમાં કોક સ્ટુડીઓ ભારત દ્વારા ‘ખલાસી’ પ્રસ્તુત કરવામાં આવ્યું છે જેને લોકોએ દિલથી વધાવ્યું છે.
એક ખલાસીનું આખું જીવન દરીમાં હીંચોળા લેતા લેતાજ પૂરું થાય છે. સુખ હોય કે દુઃખ ખલાસી માટે તેની દુનિયા એટલે દરિયો જ. બસ આવો જ સુંદર અનુભવ કરાવતી કોક સ્ટુડીઓનું એક પ્રેઝન્ટેશન એટલે ‘ખલાસી’. આદિત્ય ગઢવીના સુંદર અવાજમાં અને ગીટારીસ્ટ ,ગીતકાર,પ્રોડ્યુસર તેમજ ગાયક એવા ધ્રુવ વિશ્વનાથે પણ આદિત્ય ગઢવીને સાથ આપ્યો છે. જેના અવાજ અને ગીટારની ધૂન ખલાસી ગીતને ચાર ચાંદ લગાવ્યા છે. 70ના દાયકાના સંગીતથી પ્રેરીયેલા સંગીતકાર અચિંત ઠાકરના સંગીત આખી ખલાસીની વાર્તાને ખુબજ સુંદર વણાંક આપ્યો છે.
View this post on Instagram
અમર્યાદિત દરિયો ખલાસીને બસ અમર્યાદિત જીવન જીવવાની પ્રેરણા આપે છે, ગમે તેવા તોફાન ખલાસીને દરિયો ખેડવાથી રોકી નથી શક્યા, એવું જ જીવાનામાંગમેતેવી મુશ્કેલીઓનો સામનો કરવા ખલાસીઓ હમેશા તૈયાર જ હોય છે . આ તો બસ અ ગીતને સમજવાન થોડી કોશિશ છે બાકી જે વાત ગીતમાં કોક સ્ટુડીઓ દ્વારા વર્ણવામાં આવી છે એ તો સાંભળવા પછી જ સમજાશે.