સર્વોત્તમ સેવા સંસ્થાન દ્વારા આયોજન

વધાઇ કિર્તન, વચનામૃત, કેસરીસ્નાન, બાળકોની કૃતિ થશે રજુ: વૈષ્ણવો અગ્રણીઓ અતબકના આંગણે

સર્વોત્તમ સેછા સંસ્થાનના અઘ્યક્ષ ગોસ્વામી પરાગકુમારજી ના ૩૪માં જન્મ દિવસના ઉપલક્ષમાં ફુલફાગ એવમ રસીયાના અલૌકિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો સર્વે વૈષ્ણવોને આ કાર્યક્રમનો લાભ લેવા સર્વોત્તમ સેવા સંસ્થા દ્વારા અનુરોધ કરાયો છે.

હોળી ઉત્સવ આપણાં સનાતન ધર્મનો ખુબ જ સુંદર ઉત્સવ છે. આ ઉત્સવ તો વ્રજ માં ૪૧ દિવસ સુધી મનાવવામાં આવે છે. જેમાં લઠમાર હોરી, ફુલફાગ એવમ વિવિધ રંગોથી અનેક પ્રકારે મનાવવામાં આવે છે. આ ઉત્સવ વ્રજભકતો  અને ભગવાતન શ્રી કૃષ્ણ વચ્ચેનું અલૌકિક પ્રેમના પ્રતિક રુપ છે. આ ઉત્સવ દરમ્યાન પ્રભુ વ્રજભકતોને સખ્યભકિતનું દાન કરે છે. અને બધા વિવિધ રંગોથી આ ત્યોહાર ઉઝવે છે. અને રંગો પણ પ્રેમના પ્રતિક રુપ છે અને પ્રભુ પ્રત્યે પે્રેમ પણ જાગૃત કરે છે એટલે જ ભગવદીયોએ ગાયું છે. પ્રેમ રંગ ચડ જાય જા દિન હો જાયે બેડો પાર તો આવા રસીયા એવમ ફૂલફાગનો સહ પરિવારને આનંદ લેવા સંસ્થાનો અનુરોધ છે.

કાર્યક્રમ તા. ૮-૩-૨૦૧૯ ને શુક્રવાર સાંજે પ થી ૧ર કલાકે યોજાશે. જેમાં વધાઇ કિર્તન, વચનામૃત, કેસરી સ્નાન, પ્રસાદ, અનુગ્રહણ, સર્વોત્તમ પાઠશાળાના બાળકોની કૃતિ, હોરી રસીયા એવં ફુલફાગ મહોત્સવનું આયોજનક્રિષ્ના પાર્ક રીસોર્ટ, ગોંડલ રોડ, રાજકોટ ખાતે કરાયું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરેશભાઇ કણસાગરા, નીતીનભાઇ દેપાણી, મનસુખભાઇ સાપોવડીયા, રધુરાજ સિસોદીયા, મુકેશભાઇ લાડાણી, કમલેશભાઇ અધેરા, વ્રજદાસ લાઠીયા વલ્લભભાઇ કોરડીયા, પ્રજ્ઞેશભાઇ ઠુંમર અશોકભાઇ બુટાણી, મનસુખભાઇ ઝાલાવાડીયાએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.