વલ્લભકુળના નવા વારસદારને લાલ ગોવિંદજી નામ અપાયું
ગોસ્વામી ભુપેશકુમારજી વિશાલ બાવા અને એ.એસ.ઐશ્વર્ય લક્ષ્મી (દિક્ષિત વહુજી)ના પઉત્રનો નામકરણ સમારંભ તિલકાયત આવાસ, મુંબઈ ખાતે યોજાયો હતો. અને વલ્લભકુળના નવા વારસદારને લાલ ગોવિંદજી નામ આપવામાં આવ્યું છે.અધિરાજ ગોસ્વામી તેમનું વ્યવહારીક નામ (અધિકૃત દસ્તાવેજો પર) રહેશે. વૈષ્ણવ સમાજ તેમને પ્રેમથી લાલ બાવા નામથી સંબોધશે.
બાળકને એચ.એચ.તિલકાયત મહારાજ અને એ.એસ. રાજેશ્ર્વરી બહુજી (જેજે), એ.એસ. પદ્મિની બેટીજી તેમના પતિ, એ.એસ.પ્રિયમવદા બેટીજી અને તેમના પતિ દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવેલ તથા સમસ્ત વલ્લભકુળનો વિસ્તૃત પરિવાર પણ આ પ્રસ્તાવમાં ભાગ લેવા માટે મુંબઈ આવેલ અને નવજાતને આશીર્વાદ આપ્યા હતા.
આ દિવસ ગો. વિશાલ બાવા અને એ.એસ. દીક્ષિત બહુજીની ૧૦મી લગ્ન દિનની વર્ષગાંઠ તેમજ તેમના પ્રથમ સંતાન હરિ વલ્લભી (આરાધિકા) રાજાના ત્રીજા જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવ્યો હતો. તેમના પુત્રના નામાકરણ સમારંભ પશ્ચાત, તેમના પુત્રીની આરતી ઉતારી તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ રીતે તિલકાયત આવાસમાં ત્રણ ગણી વધાઈ મનાવવામા આવેલ. લાલ ગોવિંદજીનો જન્મ વિક્રમ સંવંત ૨૦૭૫ ચૈત્ર કૃષ્ણ સપ્તમી ૨૭ માર્ચ ૨૦૧૯નાં રોજ થયો છે. અને તેમની છઠ્ઠી પૂજન મુંબઈમાં ૧લી એપ્રીલ ૨૦૧૯ના રાખવામાં આવેલ. લાલ ગોવિંદજી વલ્લભાચાર્યજીના ૧૯માં અગ્નિકુલ વંશ છે.