આજથી અધિક પુરુષોતમ માસનો પ્રારંભ થયો છે. ધાર્મિક માન્યતાનુસાર ગુજરાતી કેલેન્ડરમાં તિથીની વઘ ઘટ આવે છે તે મુજબ ૩૨ મહિલાઓ બાદ એક માસ અધિક માસ પુરુષોતમ માસ ઉજવવામાં ઓ છે. ત્યારે ભગવાન પુરુષોતમ એટલે ચર્તુભુજ વિષ્ણુ અને દેવી લક્ષ્મીને ગોરમાં તરીકે સજોડે પૂજવામાં આવે છે. અને અમુક ભાવિકો શ્રાવણ માસની જેમ આખા મહિનાના એકટાણા કરે છે. એક માન્યતાનુ સાર આ માસ જે વર્ષે આવે છે તે વર્ષ નબળુ જાય છે, જો કે આ વર્ષે વર્ષ નબળુ જવાના બદલે વધારે પડતા વરસાદના કારણે અતિવૃષ્ટિ થવાની પરિસ્થિતિ સર્જાઇ હતી.
ગુજરાત સહિત રાજકોટમાં કોરોનાના કપરા કાળ વચ્ચે પણ ભાવિકોની આ સ્થાના પ્રતિક સમા પુરુષોતમ માસમાં ઘેર ઘેર, તેમજ મંદિરોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું. ત્યારે શહેરના પંચનાથ મંદિરમાં પુરુષોતમમાસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. દર્શનાર્થીઓ સોશ્યિલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરીને દર્શન કરીને ધન્ય બન્યા હતા.