ઉડતા ગુજરાત
આરપીએફ દ્વારા ઝડપાયેલા ચરસના કેસમાં નાર્કોટીસે વધુ તપાસ હાથ ધરી
રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ની ટુકડી દ્વારા કાંકરીયા રેલવે યાર્ડ નજીકથી ૯ કીલો ચરસ (હશીશ) ઝડપી પાડવામાં આવ્યો છે. આ જથ્થો હાલ નાર્કોટીસ ક્ધટ્રોલ બ્યુરોને સોંપવામાં આવ્યો છે.
સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર યુપીના ગોંડા વિસ્તારના રામરાજ મૌર્ય (ઉ.વ.૩૩) તેમજ હનુમાન મૌર્ય (ઉ.વ.રપ) ગોરખપુર-ઓખા એક્સપ્રેસમાં ચરસ લઇ આવી રહ્યા હતા તે સમયે તેમના પર શંકા ઉપજી હતી. ટ્રેન સ્ટેશન વટી ગયા બાદ પણ તેઓ નીચે ન ઉતરતા શંકા વધુ ઘેરી બની હતી. અંતે તેમને કાકરીયા રેલવે યાર્ડ નજીક ટ્રેનમાંથી ઉતારી ચેકીંગ કરતા તેમના કબજામાંથી ૯ કીલો ચરસ મળી આવ્યું હતું. આ મામલે નાર્કોટીસ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ પ્રથમ વખત આવા કેસમાં સંડોવાયા હોવાનો રાગ આલાપી રહ્યા છે માટે તેમના બેકગ્રાઉન્ડની તપાસ પણ થઇ રહી છે. ચરસ (હશીશ)ની ગુણવત્તા ઉંચી હોવાના કારણે આ ચરસ જમ્મુ-કાશ્મીરથી આવ્યું હોવાનું માનવામાં આવે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com