સિદ્ધિ ઇદનાની એક ભારતીય અભિનેત્રી છે. જે મુખ્યત્વે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં દેખાય છે. તેણીએ તેલુગુ ફિલ્મ જમ્બા લકીડી પંબા (2018) માં અભિનયની શરૂઆત કરી. આ ઉપરાંત તમિલ ફિલ્મ વેંધુ થાનીન્ધાથુ કાડુ (2022) માં તેણીની ભૂમિકા માટે તેણીને “પાવઇ” તરીકે વિવેચકો દ્વારા વખાણવામાં આવી હતી. તેણીએ ધ કેરલા સ્ટોરી (2023) થી હિન્દીમાં પ્રવેશ કર્યો હતો.
ભારતીય અભિનેત્રી તરીકે ઓળખાતી સિદ્ધિ ઇદનાની ખૂબ જાણીતી છે. તેણીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર આકર્ષિત ફોટોઝ શેર કર્યા છે. આ તસવીરોમાં તેણીએ ટ્રેડિશનલ સાડી પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે.
જેમાં તેણીએ યેલો અને સ્કાય કલરની સાડી પહેરી છે. તેણીએ સાવ સિમ્પલ સાડી પહેરી છે. તેણીએ હાથમાં ઓરેન્જ કલરનો બંગડીનો ચૂડલો અને કાનમાં લોંગ ઇયરિંગ્સ પહેરી છે. તેણીએ બ્લૂ કલરની બિંદી લગાવી છે. આ ટ્રેડિશનલ લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણી આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. જે જોઇને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.