મહિલા સમિતિ, વિવિધ સામાજીક સંસ્થાઓ અને બાળકો દેશભકિતના ગીતો સાથે પદયાત્રામાં ઉલ્લાસભેર જોડાયા
રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમીતી દ્વારા ર૦૦ ફુટના ત્રિરંગા સાથે રામાપીર ચોકડીથી રામનાથ પરા, સુધીની યોજવામાં આવી હતી. આ યાત્રામાં બે ફલોટ બનાવામાં આવ્યા હતા. જેમાં ભારત માતા અને ઝાંસીની રાણીના બનાવાયા હતા. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પગપાળા પણ બાળકો સહીતના મહીલાઓ અને પુરૂષો જોડાયા હતા.ખાસ તો યાત્રાને વિરામ રામનાથ પરા ગરૂડ ગરબી ચોક ખાતે વિરામ આપવામાં આવ્યું હતું. ત્યાં ઘ્વજવંદન પણ કરવામાં આવ્યું હતું.
વિશાળ રેલીને લોકોએ આવકારી: કલ્પેશ ગમારારાષ્ટ્ર ગૌરવયાત્રાના મુખ્ય આયોજક માના એક કલ્પેશ ગમારાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભાગરુપે દેશપ્રેમને જાગૃત કરવા માટે રાષ્ટ્ર ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.ર૦૦ ફુટ લાંબા રાષ્ટ્રઘ્વજ સાથે સૌથી મોટી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.યાત્રામાં જોડાયેલ જાગૃતિ ખીમાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાષ્ટ્ર ગૌરવ યાત્રામાં જોડાઇ તેવો ખુબ જ ગર્વની અનુભુતી કરે છે. મોટી સંખ્યામાં ભાઇઓ બહેનો અને બાળકો જોડાયા હતા. રાષ્ટ્ર માટે ખાસ તો ત્રિરંગાને માન સન્માન આપવામાં આવ્યું જેનાથી દેશ પ્રેમ જાગૃત થશે.