Table of Contents

goggles frame patto 1

સુંદરતા અને વ્યકિતત્વને નિખારવા માટે ચશ્મા ખૂબજ મહત્વનો ભાગ ભજવે છે કોઈ વ્યકિત આંખની ખામીના કારણે નંબર વાળા ચશ્મા ધારણ કરતો હોય છે તો કોઈ વ્યકિત પોતાની અલગ ઈમેજ ઉભી કરવા માટે ગોગલ્સ પહેરતો હોય છે. જેમજેમ ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે. તેમ તેમ ચશ્મામાં પણ નવી નવી ડીઝાઈન તથા સ્ટાઈલ આવી રહી છે.કોઈને ફ્રેશલેશ ચશ્મા પસંદ પડે છે તો કોઈને અન્ય લોકોને આકર્ષે તેવી ફ્રેમ પસંદ આવે છે. ચશ્માનું બજાર એટલું વિશાળ છે કે રાજાથીમાંડી રંક સુધીનાં તમામ લોકો પોતાના શોખ ખૂબજ આસાનીથી પૂર્ણ કરી શકે છે. બજારમાં નજીવી કિંમતે એટલે માત્ર ૧૦ થી ૨૦ રૂપીયામાં સરળતાથી ચશ્મા ઉપલબ્ધ છે.તો લાખો રૂપીયાના ચશ્મા પણ મળે છે તેમાં પણ જો સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની વાત કરવામાં આવે તો અહી જવેલસ ટુ ઈલેકટ્રોનિકસના મસ મોટા શો રૂમને પણ બાજુમાં રાખી દે તેવા ચશ્માના એ.સી. શોરૂમ આવેલા છે. ભાગ્યેજ એવો કોઈ વ્યકિત હશે જેને ચશ્મા પસંદ ન હોય બાળકોથી લઈ વૃધ્ધો સુધી તમામ વર્ગમાં ચશ્માની એક અલગ જ ચાહના છે. કોઈ પોતાની જરૂરીયાત માટે તો કોઈ ફેશન માટે ચશ્મા પહેરે છે. ઉતરાયણનાં તહેવારમાં અગાસી પર તમને ભાગ્યે કોઈ વ્યકિત એવો જોવા મળશે જેને ચશ્મા ધારણ ન કર્યા હોય.

આઇ પોસ્ટના સ્ટોર પર મકરસંક્રાંતી નિમિત્તે ૪૦% સુધીનું ડિસ્કાઉન્ટ

vlcsnap 2020 01 12 12h46m09s21 vlcsnap 2020 01 12 13h15m38s734 vlcsnap 2020 01 12 13h13m03s465 vlcsnap 2020 01 12 12h46m55s231

સન ગ્લાસ અનેક પ્રકારના આવે છે. એમા મુખ્ય સન ગ્લાસ તડકામાં કાળા ને છાયામાં વાઈટ તઈ જાય છે. જયારે બીજા ખાલી કલર ગ્લાસ આવતા હોય છે. તડકામાં સુકર્ય કિરણ સામે રક્ષણ આપે છે. સન ગ્લાસમાં સારા ફાઈબર મટીરીયલ થી બનાવામાં આવે છે. જેથી ટ્રાવેલ કરતા લોકોની આખીને રક્ષણ મળે તેમજ ઠડક મળે છે.કાચના ગ્લાસ કરતા ફાઈબર ગ્લાસ વજનમાં હલકા હોય ઉપરાંત પડતા તુટતા નથી તથા કોઈ નુકસાની ના આવે આજના યુગમાં આંખમાં નેબરના  હોય તો પણ લોકો ચશ્મા પહેરે છે. કેમ કે લોકો વધારે ટીવી તથા કોમ્પ્યુટર નો ઉપયોગ કરે છે. જેનાથી આંખ ખેચાય ઓછી ફ્રેમ ઘણા પ્રકારની હોય છે. વધારે તો લોકો સેલ્ફી યુગમાં ફોટોગ્રાફી  સારી થાય તેવી પસંદ કરે છે. ફ્રેમ તમે સ્ટાડર્ડ કંપનીની પસંદ કરો તો તેમાં ફીટીંગ સારૂ હોય મટીરીયલ સારૂ હોય છે. જનરલી બ્લેક તથા ગ્રીન કલરના ગ્લાસ આંખો ને રક્ષણ તથા ઠંડક આપે છે. અત્યારે સ્કાઈ બ્લુ પણ લોકો માંગે છે.

રસ્તા ઉપર મળતા ચશ્મા આપણી આંખને કરે છે મોટું નુકસાન: ધીમંત મહેતા

vlcsnap 2020 01 10 19h28m29s450

૫૦ રૂા. ના ચશ્મા અને બ્રાન્ડેડ ચશ્મા વચ્ચે કવોલીટીનો ખુબ મોટો તફાવત ગ્રાહકોએ સમજવો જોઈએ

ધીમંત મહેતા (ધ આશિષ ઓપ્ટીકલ) એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે….

સુર્ય કિરણોથી રક્ષણ માટે ડાર્ક કાચના ચશ્મા અને ગોગલ્સ કહેવાય. સનગ્લાસી અને પણ ઘણા લોકો ગોગલ્સ સમજતા હોય છે. એક્રેલીક ગ્લાસથી લઈ યુવી ગ્લાસ અને પોલો રાઈઝડ ગ્લાસ સુધીના ગોગલ્સ આવે છે. એક્રેલીકના ગ્લાસ જે બજારમાં ૫૦ થી ૧૦૦ રૂપિયામાં મળી જતા હોય છેે. જે આંખને રક્ષણ આપતું હોતુ નથી.

યુવી ગ્લાસ એ અલ્ટ્રાવાયો બેટ કિરણોેથી પ્રોટેકટ કરે છે. એનાથી સારી કવોલીટી આવે એ પોલો રાઈઝડ ગ્લાસ આવે છે. જે  ગ્લાસીસ કરતા સારૂ મટીરીયલ આવે છે. પોલોરાઈઝડ ગ્લાસ આવે તે  એક સેન્ડવીચ ગ્લાસ છે. જેમાં ગ્લાસની બન્ને તરફ એક કલરડ કવર કરલામાં આવે છે. જે રીફલેકશન થતું નથી.

કવોલીટી જોવી જોઈએ જે એને ૫૦ રૂપિયાના ગોગ્લસ અને હજાર રૂપિયાના ગોગલ્સ વચ્ચે હોય છે. ફર્ક કવોલીટીમાં  હોય છે. તે સમજી સકનારનેજ કામનું છે.

ગ્લાસ કમ્પનીના હોય તોએ યુવી પ્રોટેકટેડ હોય છે. બોવ ઓછી કમ્પની ગ્લાસ બનાવે છે. જયારે યુવી. અને પોલોરાઈઝડએ ગ્લાસ મટીરીયલ હોતું નથી.

ઉત્તરાયણ પર ગ્રાહકોમાં બ્રાન્ડેડ ગોગલ્સનો ક્રેઝ: બીનલ શાહ

binal shah

નેત્રદીપ ઓપ્ટીકલ્સમાં બ્રાન્ડેડ ગોગલ્સની ૭૫૦ રૂપિયાથી લઈ ૩૫૦૦ની રેંન્જ અવેલેબલ

મારૂ નામ બિનલ શાહ છે. હું નેત્રદીપ ઓપ્ટીકલ સંભાળું છું અત્યારે મકરસંક્રાતિ નિમિત્તે અવનવી જાતના ગોગલ્સ  માર્કેટમાં અવેલેબલ છે. તેમાં પોલારાઈઝડ વધારે ચાલે છે. સેફટીના દ્રિષ્ટિએ સૂર્યના યુવી કિરણોની દ્રષ્ટિએ પોલોરાઈઝડ ગ્લાસીસ વધારે ચાલે છે. તેમ છતાં સ્પોટર્સ ગોગલ્સ, એવીએટર મોડેલ અલગ અલગ લેડીઝ ગોગલ્સમાં પણ બધી રેંન્જ ઉપલબ્ધ છે. બધી બ્રાન્ડના ગોગલ્સ આપણે ત્યાં ઉપલબ્ધ છે. જેમાં એમરીકોન કંપની, રેબન, સ્કાટા સ્પાર્ટસ, સ્વીચ પોલોરાઈઝડ, ટાઈગર આઈવેર બધી કંપનીના સારી કવોલીટીમાં ગોગલ્સ ઉપલબ્ધ છે. તેમની રેંન્જ રૂા. ૭૫૦થી લઈ  રૂા. ૩૫૦૦ સુધી છે. આપણી પાસે બધા સારા કસ્ટમર્સ છે. જે બધી સારી કંપનીના ગોગલ્સનો આગ્રહ રાખે છે.અને રેગ્યુલર કસ્ટમર્સ પણ બ્રાન્ડેડ ગોગલ્સનો આગ્રહ રાખે છે.

 

ઉત્તરાયણના પર્વ પર ફેશન કરતા “સારી કવોલીટીના ગોગલ્સ પહેરવા આંખ માટે હીતાવહ: ડો. અનિમેષ ધૃવ

vlcsnap 2020 01 10 19h27m28s262

ડો. અનિમેષ ધૃવ (ધૃવ આઈ હોસ્પીટલ) એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે…

ઉતરાયણમાં ઉપર આંખમાં જોઈને પતંગ ચગાવતા હોઈ એ છીએ. ત્યારે ડાયરેકટ સનલાઈટ  આંખમાં આવતી હોય છે. જેમાં યુવી કિરણો પણ હોય છે. જે  આંખને ખુબ નુુકસાન પહોંચાડે છે. એનાથી મોતીયો વહેલો આવવાની શકયતા થઈ જાય છે આંખમાં વેલી શરૂઆત થાય છે. અને પડદાને પણ નુકસાન પહોંચાડે છે. માટે આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ સનગ્લાસીસ લેતી વખતે એ ધ્યાન રાખવું કે તે યુવી બ્લોક હોય છે. અલ્ટ્રાવાયોલેટ એ અને બી બે જાતના હોય છે. આપણે એવા સનગ્ લાસ બનાવવા જોઈએ કે જેમાં તે અલ્ટ્રાવાયોલેટ કિરણો બ્લોક થાય છે. એક ખોટી માન્યતા છે કે પ્લાસ્ટીક ખરાબ વસ્તુ છે. ખાલી એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તે સારી કવોલેટીના હોવા જોઈએ આપણે ગોગ્લસ ફકત ડે-લાઈટ માટે લેતા હોય છે.

જો આપણે રાત્રે વાહન ચલાવવું હોય તો આપણે તે રીતે ગોગલ્સ લેવા જોઈએ. કલર મહત્વના નથી સારી કવોલીટી હોવી જોઈએ.

vlcsnap 2020 01 13 08h28m21s646

વ્યાજબી ભાવ અને ઉત્તમ ગુણવત્તા મહાવીર ચશ્માઘરની ખાસીયત : દિપકભાઈ શાહ

દીપકભાઈ શાહ માલિક મહાવીર ચશ્મા ઘર

મહાવીર ચશ્માઘરમાં રૂપિયા ૧૦૦ થી લઇ ૫૦૦૦ સુધીની અવનવી વેરાયટી ઉપલબ્ધ

મહાવીર ચશ્માઘર(લીંબડી) ના માલિક દિપકભાઈ શાહે અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યુ,પતંગ રસિકો માટે ઉત્તરાયણના તહેવાર માટે ગોગલ્સની અવનવી વેરાઇટી આવી ગઈ છે, પરંતુ છેલા ૮ વર્ષથી ગોગલ્સનો વેપાર કરતાં દિપકભાઈએ જણાવ્યુ કે આ વર્ષે ચશ્મા બઝારમાં મંદીનો માહોલ છે,તેમજ ચશ્માનું વેચાણ પણ દર વખત કરતાં મીડિયમ થયું છે. સૂર્યસામે રક્ષણ આપતા ચશ્મા વિષે તેમણે જણાવ્યુ કે લોકો એ કાળાકલરના ગોગલ્સ, સનગ્લાસનો વધુ ઉપયોગ કરવો જોઈએ કેમકે સનગ્લાસનો ઉપયોગ કરવાથી આંખોને સૂર્યપ્રકાશ સામે રક્ષણ મળે છે તેમજ આંખોમાં પાણી આવી જાય છે તેવી સમસ્યાઑ થી છુટકારો મળે છે.અને લોકો પતંગ વ્યવથીત ચગાવી શકે. ચશ્માની વેરાયટીની વાત કરવામાં આવે તો મહાવીર ચશ્માઘરમાં નંબરવાળા ચશ્મા, ગોગલ્સ, અનવની ચશ્માની ફ્રેમ તેમજ ગ્રાહકને પસંદગી મુજબની ફ્રેમ, ગોગલ્સ તેઓ બનાવી આપે છે.તેમને ત્યાંથી ૧૦૦ રૂપિયા થી ૫૦૦૦રૂપિયા સુધીની ખુબજ અવનવી વેરાઇટી તેઓ ગ્રાહકને પસંદગી મુજબ મગાવી આપે છે અને તેમને ત્યાંજોવા મળે છે.

vlcsnap 2020 01 13 08h28m46s314

તેઓની દુકાન પરથી લિબડી તાલુકાના તમામ આજુબાજુના ગામડાઓના લોકો ખરીદી કરે છે અને ૮ વર્ષમાં વ્યાજબી ભાવ અને સારી ગુણવત્તાથી મહાવીર ચશ્મા ઘરનું નામ ઘરે ઘરે ગુજતું થયું છે.

સૂર્ય કિરણોથી રક્ષણ આપતા ગોગલ્સની લંડન આઇમાં વિશાળ રેન્જ: ગ્રાહકોનો ઘસારો

vlcsnap 2020 01 10 19h29m52s345

બ્રાન્ડેડ સનગ્લાસીસ જ ખરીદવા આંખ માટે હિતાવહ: રાજેશભાઈ શેઠ

vlcsnap 2020 01 10 19h28m44s198

રાજેશભાઈ શેઠ (લંડન આઈ) એ અબતક સાથેની  વાતચીતમાં જણાવ્યું હતું કે.. સનગ્લાસ ની બ્રાન્ડ તો ઘણી બધી છે. તેના પ્રકારો પણ ઘણા બધા છે. મરકયુરી ગ્લાસ, ફોટોપ્રિમેટીક ગ્લાસ, પોલોરાઈઝડ સન ગ્લાસ આવા પ્રકાર આવે છે. નોર્મલ વિઝન કરતા સારી રીતે જોવા માટે પણ સનગ્લાસીસનો ઉપયોગ થાય છે. તેમજ આંખોને પ્રોટેકશન માટે પણ થાય છે. કાચના સનગ્લાસીસ આવતા જયારે અત્યારના સમયનો ટ્રેન્ડ પોલોરાઈઝડ ગ્લાસનો છે. ફાઈબરમાં નવી નવી શોધો ઘણી થાય છે.

vlcsnap 2020 01 10 19h29m06s557

vlcsnap 2020 01 10 19h28m55s652

કાચમાં ઓછી થાય છે. ઈન્ટરનેશનલ જોવા મળે તો સનગ્લાસસીસમાં કાચનો ઉપયોગ ખુબ ઓછો થાય છે. પ્લાસ્ટીકમો પોલોરાઈઝડ બનાવી શકાય છે. માટે તે હેલ્થની દ્રષ્ટિયે સારા છે. સુર્યપ્રકાશથી બચવા માટે પોલોરાઈઝડ ેઅને યુવી ગ્લાસીસ વધારે વપરાતા હોય છે. ૩૦ વર્ષ સુધીના લાકો સારા દેખાવ માટે ગોગલ્સ પહેરતા હોય છે.  ઉતરાયણના તહેવારોમાં તમે આકાશમાં વધારે જોવાના હો છો ત્યારે અલ્ટ્રાવાયોલેટ રેઈઝથી રક્ષણ મળે એ પ્રકારના પોલોરાઈઝડ બેન્સ હોય તો સારૂ છે. કોઈપણ વસ્તુમાંથી પડતું રીફલેકશન કોઈપણ આંખને તકલીફ  આપે છે તે યુ.વી. પ્રોટેકટેડનું કામ કરે તે રીફલેકશન રોકવાનું છે. ઉનાળામાં વેલી ડાર્ક કાચના ચશ્મા અથલા તો પોલોરાઈઝડ વધુ પસંદ કરતા હોય છે. કોઈપણ સ્ટાન્ડર્ડ શોપમાંથી કંપનીના સનગ્લાસીસ લેવા જોઈએ.

મકરસંક્રાંતિમાં યુવી પ્રોટેક્શનવાળા ચશ્મા પહેરવા આંખ માટે હિતાવહ: સત્યેન વોરા

લોકોમાં હાલનાં સમયમાં ક્લાસીક ગોગલ્સનો ટ્રેન્ડ

vlcsnap 2020 01 10 18h34m07s233

સત્યેન વોરા સન એન સેડ ઓપ્ટીકલ શોપના માલિકે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમે સનગ્લાસીસ, કોનટેકટ લેનસીસ, સ્પેકટીકલસ જે પ્રીકસીપર્સનવાળા હોય તે વેચાય છે. છેલ્લા ૩૧ વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છીેઅ.મકરસંક્રાંતિ પર એક થી બે દિવસની કેવા કે સારી સીઝન ચાલતી હોય છે જેમાં ગ્રાહકી ખુબ સારી રહેતી હોય છે. ગ્લાસ અને ફાઈબરમાં અત્યારે સારી કવોલીટી આવી ગઈ છે તો ગ્રાહકોને જે ચશ્મા પહેરવા હોય તે પહેરી શકે છે. ફાઈબર કાચમાં પણ પ્લાસ્ટીક લેન્સ આવે છે જે પોલીકારબોરેટ હોય અને તેમાં ૨૦ ટકા જેટલો ગ્લાસ મિશ્રીત હોય છે બને ત્યાં સુધી અમે ગ્રાહકોને પૂ.વી.પ્રોટેક્ષનવાળા ગ્લાસના ચશ્મા પહેરવાનો વધારે આગ્રહ રાખતા હોય છે. પૂ.વી.કિરણો ઠંડા પ્રદેશોમાં વધારે ફેલાતા હોય છે. તેમજ ઠંડીના વાતાવરણમાં ખાસ શિયાળામાં તેની સામે રક્ષણ કરવું કારણે આંખોના રોગ આ કિરણોથી થતા હોય છે માટે પૂ.વી.પ્રોટેક્ષનવાળા ચશ્મા પહેરવા જો તમે પૂ.વી.પ્રોટેક્ષનવાળા ચશ્મા ન પહેરતા હોય તો તેની સામે વોલોરાઈસ્ડ લેન્સવાળા ચશ્મા પણ પહેરી શકો છો. તે પણ આંખોને રક્ષણ આપતા હોય છે. સુર્યના કિરણોથી અત્યારે ગ્રાહકો ઓલટાઈમ હીટ અથવા જે કલાસીક ચશ્મા છે તે પહેરતા હોય છે જેવા કે રેબન એવીપેટર શેપવાળા આ ઉપરાંત જો કોઈ બી મુવીના ચશ્માનો ટ્રેન્ડ ચાલે તો એ પણ વધુ પહેરતા હોય છે અને વેચાણ પણ સારું થતું હોય છે. ઉનાળા માટે મારી સલાહ છે કે લોકોએ સારી અને ગુણવતાવાળી બ્રાન્ડ પહેરવી. જે તમને તડકાની ગરમી અને લૂ સામે રક્ષણ આપી શકતા હોય છે. મકરસંક્રાંતિના તહેવારોની બધા જ લોકોને શુભેચ્છા પાઠવું છું.

મકરસંક્રાંતિ પર સ્પેક્ટેકલ્સમાં ગ્રાહકો માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર: અલી મોહમદભાઈ

મકરસંક્રાંતિ પર ગ્રાહકોને સારી ગુણવત્તાવાળા ચશ્મા પહેરવાની સલાહ

vlcsnap 2020 01 10 18h32m44s96

સ્પેકટીકલ શોપના માલિક અલી મોહમદભાઈએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ૨૦ વર્ષથી હું આ વ્યવસાય સાથે સંકળાયેલો છું. પહેલાના સમયમાં લોકો ખાસ તો જે કલાસિક અને એકથી બે પ્રકારના સેપ સાઈઝના ચશ્મા પહેરતા. ત્યારે આજના આ ફેશનેબલ યુગમાં લોકોનો પહેરવેશ બદલ્યો છે સાથે ચશ્મામાં પણ વિવિધ પ્રકારની વેરાયટીઓ આવી ચુકી છે. જેમાં ગ્રાહકોને તેમના ફેસને શોભે તેવા ચશ્મા પહેરી શકે છે. અલગ-અલગ ડિઝાઈન અને સેપની સાથે મળી આકર્ષક ચશ્મા પહેરવા પસંદ કરતા હોય છે. મકરસંક્રાતિની વાત કરું તો એ દિવસે અમારી ગ્રાહકી ઘણી સારી હોય છે ત્યારે ખાસ ડિસ્કાઉન્ટ આપીને અમે ગ્રાહકોને પણ લાભ આપતા હોઈ છીએ. અમે ગ્રાહકને હંમેશા સારી બ્રાન્ડના અને સારી ગુણવતાવાળા ચશ્મા પહેરવાનું કહેતા હોય છીએ કારણકે, આંખ એ આપણા શરીર અને જીવનનું અમુલ્ય અંગ છે તેનું રક્ષણ કરવું ખુબ જ જરૂરી છે માટે ચાલુ ચીલા ગ્લાસવાળા ચશ્મા પહેરવાની ના પાડી છે. સુર્યના કિરણોથી બચવા અને મુસાફરી માટે યુ.વી.પ્રોટેક્ષન ગ્લાસવાળા ચશ્મા પહેરવા જરૂરી છે. મકરસંક્રાતિની હું બધા જ મારા ગ્રાહકોને શુભેચ્છા પાઠવું છું. તમે આનંદ અને ઉત્સાહથી આ તહેવાર ઉજવવો એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.

યુ-ટર્ન ગોગલ્સમાં ધમાકેદાર ઓફર ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર

vlcsnap 2020 01 10 19h59m38s14

ઉત્તરાયણ પર્વ પર યુ-ટર્નમાં ગ્રાહકો માટે બાય વન-ગેટ-વન ઓફર

vlcsnap 2020 01 10 19h57m35s46

હાલના સમયમાં લોકોની લાઈફ સ્ટાઈલ દિવસે ને દિવસે બદલાતી જાય છે. ખાસ કરીને લોકોની ડ્રેસિંગ સ્ટાઈલ પણ અલગ અલગ હોય છે ત્યારે ડ્રેસિંગમાં જે એક અગત્યનો ભાગ ભજવે છે તે છે સનગ્લાસિસ અથવા ગોગલ્સ. હાલના સમયમાં ૧૦૦થી લઈને બે લાખ સુધિના ગોગલ્સ માર્કેટમાં ઊપલબ્ધ છે. ખાસ તો ગોગલ્સ અલગ અલગ ભાવમાં મળે છે તેના પાછળ તે ગોગલ્સ વપારાતુ મટિરીયલ્સને મનાય છે. સવિશેષ ગોગલ્સમાં ગોલ્ડ ફ્રેમ પણ જોવા મળે છે. ખરેખર સનગ્લાસીસ આંખને પ્રોટેકશન માટે પહેરવાના હોય છે. પરંતુ ઘણા સસ્તા ગોગલ્સ એવા મળે છે કે જેનાથી ફાયદો ન થતા આંખને નુકશાન થતા હોય છે ત્યારે હાલ રાજકોટના યુટર્ન ગોગલ્સના શો રૂમમાં મકરસંક્રાંતિને લઈને ધમાકેદાર ઓફર્સ ચાલી રહી છે જે ખાસ હાલ લોેકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.

યુટર્ન ઈન્ટરનેશનલ કંપનીના સેલ્સ હેડ અને બ્રાન્ચ મેનેજર રાજેશ રાજવીરએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે યુટર્ન ઓપ્ટીકલ મોલને વર્લ્ડનાં બીગેસ્ટ ઓપ્ટીકલ મોલ તરીકેનો એવોેર્ડ મળેલ છે. ૨૦૦૦થી પણ વધારે જુદી જુદી બ્રાન્ડમાં કલેક્શન અહિંયા જોવા મળે છે અને ૨૩૦ થી પણ વધુ ઈન્ટરનેશનલ બ્રાન્ડનું પણ કલેકશન ઉપલબ્ધ છે. મકરસંક્રાંતિએ તેવો માટે ખુબ જ અગત્યની સિઝન મનાય છે. તેથી ઘણી બ્રાન્ડ તેવોને ડિસ્કાઉન્ટ આપતી હોય છે જેને લઈને હાલ બાય વન ગેટ વન ફ્રી ડિસ્કાઉન્ટ સ્કીમ લાગુ કરવામાં આવી છે.

vlcsnap 2020 01 12 13h14m51s549

ખાસ કરીને હાલમાં લોકોને બ્રાન્ડને લઈને જાગૃતતા આવી છે પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં એવી ગેરમાન્યતાઓ છે કે લારી કે ફુટપાથ પર જે તે ગોગલ્સ ૧૦૦ રૂપિયાની અંદર મળી રહે છે પરંતુ આ માન્યતા તદન ખોટી છે. કારણ કે બ્રાન્ડેડ ગોગલ્સ યુ.વી. પ્રોટેક્ટીવ હોય ચે. જ્યારે રસ્તા પર જોવા મળતા ગોગલ્સ કે સનગ્લાસીસ આંખને પ્રોટેક્શન તો નથી જ આપતા પરંતુ નુકસાન પહોંચાડે છે.

vlcsnap 2020 01 10 19h57m45s157

સવિશેષ ઊમેર્યું કે હાલમાં મીરર સનગ્લાસીસ વધારે ચાલે છે જેમાં લેડીઝમાં બટરફ્લાય કલેકશન જેવી જુદી જુદી વેરાયટી શરૂ થઈ છે. હાલમાં પોલોરાઈઝ ગ્લાસીસ પણ છે. કે ેજ લોકો વધારે તડકામાં રહે તેવા લોકો માટે છે. ઘણી વખત ગ્લાસથી ફ્રેમની કિંમત વધી જતી હોય છે તો તેના માટે માત્ર ફ્રેમમાં વપરાતું મટિરીયલ જવાબદાર છે. ખાસ તો ફાયબર લેન્સ સી.આ. ૩૯ એ બવ રેર મટિરીયલ બની ગયું છે. જે રેગ્યુલર નથી આવતા ગ્લાસની સરખામણીએ ફાયબર લેન્સ જ ચાલે છે. ઓપ્ટીકલ લાઈનમાં ગ્લાસનો ક્રેઝ ખુબ જ હતો પરંતુ હાલમાં તેવું નથી તેનું કારણ છે કે ગ્લાસનો વજન વધી જાય છે. તુટલાની શક્યતાઓ વધી જાય છે. જ્યારે ફાયબરમાં આ વસ્તુઓ હોતી નથી સાથમાં જણાવ્યું કે ઊનાળો આવી રહ્યો છે તો ઉનાળામાં અલગ પોટફોલીઓ લોન્ચ કરવામાં આવે છે જેથી ગ્રાહકને નવું મળી રહે. અબતકના માધ્યમથી લોકોને સંદેસો આપતા જણાવ્યું આંખ એ શરીરનું અમુલ્ય રત્ન છે. તો આંખને સુરક્ષા મળે તેવા ક્વોલીટીવાળા જ સનગ્લાસીસ પહેરવા જોઈએ જેથી આંખનું પણ રક્ષણ કરે ૩૦ વર્ષની ઉંમર બાદ પોલોરાઈડ સનગ્લાસીસ પહેરવા જોઈએ. જેથી મોતીયો ૫ વર્ષ સુધી ટાળી શકાય આ ઉપરાંત થઈ શકે તો દર દસથી બાર મહિને આંખની તપાસ કરાવવી જોઈએ. જે સ્વાસ્થય માટે ખુબજ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.