પંદર દિવસમાં ચોરીની બે ઘટના સામે આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું
ધ્રાંગધ્રા તાલુકામા કથળતી જતી પરીસ્થિતીને જોતા પોલીસની નિષ્ક્રીયતા છતી થાય છે તથા પોલીસના પેટ્રોલીંગ પર પણ ઘણા સવાલો ઉભા થાય છે તેવામા હાલમાજ ધ્રાગધ્રા પંથકમા ચોરગેંગ દ્વારા એક નવી મોડસ ઓપરેન્ડીથી એરંડા, કપાસ, જીરુ જેવા સોના જેટલા કિમતી પાકને ગોડાઉનમાથી ચોરી કરાયા હોવાના કિસ્સા વધતા જતા દેખાય છે
ત્યારે હાલમાજ હરીપર ગામના ખેડુતના ગોડાઉનમા પડેલુ જીરુના કોથળા કોઇ અજાણ્યા ગઠીયા ઉઠાંતરી કરી ગયા હતા તેવામા ફરીથી ગઇકાલે રાત્રીના સમયે ધ્રાગધ્રા તાલુકાના જેસડા ગામે રહેતા દિનેશ ભગવાનભાઇ સીતાપરાના ગોડાઉનમાથી કોઇ અજાણ્યા ઇશમો ગોડાઉનનુ તાળુ તોડી ૧૩ જેટલા કોથળામા ભરેલા આશરે ૪૮મણ એરંડા ઉઠાવી ગયા હતા જ્યારે ગોડાઉનના માલિક સવારના સમયે પોતાના ગોડાઉને જતા ગોડાઉનનો મેઇન ગેઇટ પરથી તાળુ ગાયબ હોવાનુ જોતા ગોડાઉનમા તપાસ કરતા અંદાજે ૪૮ મણ એરંડા ચોરી થયા હોવાનુ ખુલ્યુ હતુ.
જ્યારે એરંડા ચોરી થયાની વિગત ગોડાઉન માલિક દ્વારા તાલુકા પોલીસને જણાવતા ધ્રાગધ્રા તાલુકામા વધતી જતી પાકના ફાલની ચોરિને ધ્યાને લઇ પીઆઇ વાસુકીયા તથા સાગરભાઇ ખાંભલા સહિતનો પોલીસ સ્ટાફ તુરંત જેસડા ગામે પહોચી તપાસ હાથ ધરી હતી જ્યારે આ તરફ ગોડાઉન માલિક દિનેસભાઇ સીતાપરા દ્વારા તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી. બીજી તરફ પંદર દિવસમા ચોરીની બે ઘટનાઓ બનતા હવે પોલીસ પણ સતઁક થઇ છે અને તાલુકા પીઆઇ દ્વારા હાઇવે સહિત સમગ્ર ધ્રાગધ્રા પંથકના ગામડાઓમા પણ સઘન પેટ્રોલીંગ હાથ ધરવાના આદેશ આપી દીધા હતા.