જીલ્લાના તમામ બુથમાં જઇ ભારતીય જનતા પાર્ટીની કામગીરીની યોજના વિશે લોકોને માહીતગાર કરાયા

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા પંડીત દીનદયાલજી જન્મ શતાબ્દી કાર્ય વિસ્તારક યોજનાના પ્રથમ કાર્યક્રમ તા. ૨૮મે વીર સાવરકર જયંતિ થી ૪ જુન (પ.પૂ. ગુરુજીની પુણ્યતિથિ) સુધી એક સપ્તાહ માટે તે અંતર્ગત દેવભૂમિ  દ્વારકા જીલ્લાના વિસ્તારક તરીકે પ્રદેશ ઉપપ્રમુખ અને પૂવૃ ગૃહ મંત્રી ગોરધનભાઇ ઝડફીયા દેવભુમી દ્વારકા જીલ્લામાં ખંભાલીયા મુકામે જીલ્લા ભાજપ કાર્યાલયે જીલ્લા પ્રમુખ કાળુભાઇ ચાવડા, જીલ્લા મહામંત્રી દિનેશભાઇ દતાણી સાથે વિસ્તારક તરીકે બુથમાં જવા માટેની માહીતી મેળવી તેમની સાથે જીલ્લા પ્રમુખ જીલ્લા મહામંત્રી તેમજ અન્ય હોદેદારો સાથે ખંભાળીયા શહેરી વિસ્તારમાં બુથ નં.૧૧૭  તેમ જ ગ્રામ્ય વિસ્તારમાં શકિતનગર બુથ નં.૧૬ર  અને કલ્યાણપુર તાલુકામાં જુવાનપુર બુથ નં. ૧૬૮ તેમજ દ્વારકા શહેરી વિસ્તારમાં બુથ નં. ૧૦૫ અને ૧૦૬  દ્વારકા ગ્રામ્ય વિસ્તારમાં વરવાળા બુથ નં. ૮૫, ૮૬, ૮૭, ૮૮ માં વિસ્તારક તરીકે જોડાઇ આ તમામ

બુથના રહેવાસી ને સરકારની યોજનાઓ વિશે માહીતી આપેલી હતી.

તેમજ દેવભૂમિ દ્વારકા જીલ્લાના તમામ મંડલમાંથી વિસ્તારકઓ તેમને સોપવામાં આવેલ બુથમાં જઇ ભારતીય જનતા પાર્ટીની કામગીરી કરેલ તેમજ સરકારની યોજના વિષે બુથના મતદારોને માહીતી આપેલી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.