છેલ્લા નોરતે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉમટી પડયા: વિજેતા ગોપીઓ ઉપર ઈનામોનો વરસાદ: સરગમ કલબના આયોજનને બિરદાવતા શહેરીજનો
સરગમ લેડીઝ કલબ આયોજીત ગોપી રાસોત્સવને લોકોએ અર્વાચીન રાસોત્સવમાં શ્રેષ્ઠનું બિરુદ આપ્યું છે. માત્ર બહેનો માટે યોજાતા આ રાસોત્સવમાં મોટી સંખ્યામાં બહેનો ગરબી રમી હતી અને નવરાત્રિની ભકિત-ભાવના સાથે ઉજવણી કરી હતી. આ રાસોત્સવના છેલ્લા દિવસે ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડમાં જાણે કે રાત્રે સુરજ ઉગ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો. પ્રખ્યાત ઓરર્કેસ્ટ્રા અને જાણીતા સિંગરોના સંગાથે ગોપીઓને રાસ રમતી જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. આ રાસ નિહાળવા માટે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા બહેનોને ઈનામ આપ્યા હતા. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ ગોપી રાસોત્સવમાં જોડાનાર તમામ બહેનોનો આભાર માન્યો હતો અને આવતા વર્ષે વધુ સુંદર આયોજન કરવાની જાહેરાત પણ કરી હતી.
ગોપી રાસોત્સવમાં ગુરુવારે છેલ્લા નોરતે રાકેશભાઈ પોપટ, કીર્તિબેન પોપટ, પ્રતાપભાઈ પટેલ, જોષી સાહેબ, મગનભાઈ પટેલ, જમનભાઈ પટેલ, ડો.એમ.વી.વેકરીયા, હાર્દિક દતાણી, અમીનેષભાઈ રૂપાણી, ખોડીદાસભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પરસાણા, જયોતિબેન પટેલ, જયશ્રીબેન રાવલ, ભરતભાઈ સોલંકી, હરેશભાઈ પરસાણા, નીખીલભાઈ પટેલ, રાજનભાઈ વડાલિયા, સ્મીતભાઈ પટેલ, પ્રણવભાઈ ભાણવા, વિનોદભાઈ ઉદાણી, લાખાભાઈ સાગઠિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે ૪૦ વિજેતા બહેનોને ઈનામો અપાયા હતા. આ રાસોત્સવમાં નિર્ણાયક તરીકે રેશ્માબેન સોલંકી, નિલુબેન મહેતા, માયાબેન પટેલ સેવા આપી હતી.
રાસોત્સવના પૂર્ણાહુતિ પ્રસંગે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ સૌનો આભાર માનતા જણાવ્યું હતું કે ગોપી રાસોત્સવના સમગ્ર આયોજન દરમિયાન અમોને કર્ણાટકના રાજયપાલ મહામહિમ વજુભાઈ વાળા, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમોને માર્ગદર્શન મળતું રહ્યું હતું. જેનો સરગમ આ ઉપરાંત રાજકોટ જિલ્લા કલેકટર તેમજ શહેર પોલીસ કમિશનર તેમજ તેમના સ્ટાફનો પણ આ તકે અમો આભાર માન્યો હતો. ગુણવંતભાઈ ડેલાવાળાએ વધુમાં જણાવ્યું હતું કે, તા.૨૦, તા.૨૪ ઓકટોબર દરમિયાન સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં શહેરીજનોને વિનામૂલ્યે પ્રવેશ અપાશે. સાંસ્કૃતિક મહોત્સવ દરમિયાન સરગમી મ્યુઝીકલ નાઈટ, સરગમી લોકડાયરો, સરગમી હસાયરો, સરગમી સંગીત સંધ્યા અને સરગમી હિન્દી હાસ્ય કવિ સંમેલનના કાર્યક્રમો યોજાશે. જેનો લાભ લેવા રાજકોટવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.
આ રાસોત્સવમાં વિજેતા બહેનોને ઈનામ આપવા માટે અમોને ઓપ્સન શો-રૂમ, બાન લેબ્સ કાૃં., ૭૭ ગ્રીન મસાલા-રાધે ગ્રુપ ઓફ એનર્જી, એન્જલ પંપ, ચોકોડેન, એટરેકશન હેર સલુન એન્ડ એકેડમી, વડાલિયા ગ્રુપ-હાઈ બોન્ડ સિમેન્ટ, તેમજ નાઈસ બ્યુટી પાર્લર એન્ડ એકેડેમી સહિતના દાતાઓ તરફથી સહયોગ મળ્યો હતો. હરિસિંગ સુતરિયા, સીમરન એન્ટરપ્રાઈઝ, અમીધારા ડેવલોપર્સ, યવરા ટોપ સોલાર વોટર હિર, જીતુભાઈ પી.પટેલ, આદેશ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, પેલીકેમ પોલી ફિલ્મ પ્રા.લિ.મેટોડા, ડેકોરા હાઈરાઈઝ-ડેકોરા ગ્રુપ અને વરમોરા કંપની તેમજ શહેરના દાતાઓનો સહયોગ મળ્યો હતો. રાસોત્સવ દરમિયાન મંડપ ડેકોરેશન પરમાર કિશોર મંડપ સર્વિસવાળા મધુભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ તેમજ લાઈટીંગ ડેકોરેશન મહેતા લાઈટીંગવાળા પરાગભાઈ મહેતાએ કર્યું હતું અને રાસોત્સવમાં નવે-નવ દિવસ વિડિયો શુટીંગ તેમજ ફોટોગ્રાફી સ્નેપ શોર્ટ સ્ટુડિયોના કિરીટભાઈ માણેક દ્વારા કરવામાં આવી હતી.
તેમજ અરવિંદભાઈ દોમડિયા, મૌલેશભાઈ પટેલ, સ્મીતભાઈ પટેલ, ખોડીદાસભાઈ પટેલ, જયસુખભાઈ ઘોડાસરા, રાકેશભાઈ પોપટ, નિરજભાઈ આર્ય, કિરીટભાઈ આદ્રોજા, જીતુભાઈ પટેલ, જીતુભાઈ ચંદારાણા, કિશનભાઈ શાહ, સુરેશભાઈ નંદવાણા, બિપીનભાઈ હદવાણી, નિખીલભાઈ પટેલ, નાથાભાઈ કાલરિયા, જગદીશભાઈ ડોબરિયા, નરેશભાઈ લોટીયા, જીતુભાઈ બેનાણી, કાંતિભાઈ મારૂ, હેતલભાઈ રાજયગુરુ, શ્યામભાઈ શાહ, શૈલેષભાઈ માંકડિયા, યોગેશભાઈ પુજારા, રાજનભાઈ વડાલિયા, મનીષભાઈ માડેકા, એમ.જે.સોલંકી સહિતનાનો પણ સહયોગ મળ્યો હતો.
નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબનાં પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, અરવિંદભાઈ દોમડિયા, સ્મિતભાઈ પટેલ, જયસુખભાઈ ડાભી, કૌશિકભાઈ વ્યાસ, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, રાજભા ગોહિલ, રમેશભાઈ અકબરી, દિનેશભાઈ ગજેરા, મનમોહનભાઈ નંદા, જગદીશભાઈ કયાડા, જયોતિલ પટેલ તથા સરગમ લેડીઝ કલબનાં ડો.ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો.માલાબેન કુંડલિયા, સુધાબેન ભાયા, જશુમતીબેન વસાણી, મધુરિકાબેન જાડેજા, બીનાબેન વિઠલાણી, કૈલાશબા વાળા, એકતાબેન સંઘાણી સહિતના હોદેદારો તેમજ ૧૦૦થી વધુ કમિટિ મેમ્બર પણ કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવી હતી.