ભગત ભોપાળબાપાના નામ ઉપરથી વિસ્તાર વિકસ્યો ને ૬૧ વર્ષ પુર્વે સમાધી સ્થાને આ મંદિર નિર્માણ થયું
રાજકોટ શહેરનાં ગોપાલનગર વિસ્તારનો ઈતિહાસ પૌરાણિક છે. અહિ સાત દાયકા પહેલા ૧૦૦ વિઘાની વિશાળ વાડી ગોપાલબાપાની હતી તેઓ ૨૪ કલાક ભકિતભાવમાં લીન હતા. મૂળ શાપરનાં ગોપાળબાપાએ ૨૪ વર્ષ સુધી અનાજ વગર ફકત પ્રવાહી ઉપર જ જીવન વ્યતિત કર્યું હતુ.
આજથી ૬૧ વર્ષ પહેલા તેના વાડી વિસ્તાર ગોપાલનગરમાં ગોપાલચોરાનું નિર્માણ કર્યું આજે ૭૬૦ વારમાં આ મંદિરમાં રામમંદિર-શિતળામાતા સાથે ગોપેશ્વર મહાદેવ બિરાજમાન છે. ગોપાલબાપાની આ કર્મભૂમિ ભકિતભાવ મંદિર સમાધી સ્થળ સાથે ધ્યાન માટે બનાવેલ ગુફા પણ છે. ગોપાલબાપાના પુત્ર પ્રેમજીભાઈ તથા તેના પુત્ર મગનભાઈ અને તેના પરિવારનાં વિનયભાઈ આજે મંદિર સંચાલન કરી રહ્યા છે.
મંદિરની પૂજા-અર્ચના છેલ્લા ૬૧ વર્ષથી હરજીવનભાઈ રામાનંદી પરિવાર કરી રહ્યા છે. જયારે અહીં મંદિર નિર્માણ થયું ત્યારે સિધુ ગુંદાવાડી દેખાતું આજે તો ગાયત્રીનગર, વાણીયાવાડી, ભકિતનગર, ધર્મજીવન, માસ્તર સોસાયટી જેવા વિવિધ વિસ્તારો વચ્ચે બની ગયા છે.
આ ગોપાલ ચોરાના મંદિર ૩૮૦ વારમાં અને ૩૮૦ વારમાં ગોપાલબાપાનું સમાધી સ્થળ છે. હવે પરિવાર દ્વારા નવનિર્માણ કરી લાખેણા ખર્ચે નવ મંદિર નિર્માણ કરવાના છે. તેમ વિનયભાઈ પટેલે જણાવેલ છે.
દર ગુરૂવારે સેવા-ધુન-ભજનમાં સત્સંગીઓ દૂરના વિસ્તારોમાંથી અહી આવે છે. આસપાસનાં વિસ્તારો શ્રમજીવી ગોપાલનગર ગાયત્રીનગર, વાણીયાવાડી, નારાયણનગર, ઢેબરકોલોની, હસનવાડી, ધર્મજીવન વિગેરે વિસ્તારોનાં લતાવીસીઓમાં ‘ગોપાલચોરો’ આસ્થાનું કેન્દ્ર છે.
આ મંદિરે વિવિધ તહેવારોની ઉજવણી મદિર શણગાર સાથે ભકિતભાવથી હર્ષોલ્લાસથી કરાય છે. હાલ મંદિરનાં પ્રમુખ મગનભાઈ પ્રેમજીભાઈ પટેલ છે. તેમની રાહબરીમાં તેમના પુત્ર વિનયભાઈ પટેલ તમામ આયોજન સંભાળી રહ્યા છે.
શ્રાવણી પર્વે ગોપેશ્ર્વર મહાદેવ મંદિરે વિવિધ ઉત્સવો ઉજવણી કરાય છે. કોરોના મહામારીને કારણે માસ્ક-સામાજીક અંતર સેનેટાઈઝ જેવી તમામ સરકારી ગાઈડલાઈનનું પાલન કરીને હાલ વ્યવસ્થા કરાઈ છે. શહેરનાં વિવિધ પૌરાણિક મંદિરોમાં ‘ગોપાલચોરા’નો ઈતિહાસ નિરાળો છે.