ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ ઉપસ્થિત રહ્યા: ૧૧ દીકરીઓને ૨૯ હજાર થીર લાખ સુધીના કરિયાવરની ભેટ અપાઇ
રાજકોટના મેટોડા ખાતે આવેલી ગોપાલ સ્નેકસ પ્રા. લી.નો વાર્ષિક મહોત્સવ ગઇકાલે ગોપાલ સ્નેકસ ફેકટરી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં વાર્ષિક મહોત્સવ ઊજવવાની સાથે સાથે કંપનીમાં કામ કરતી ૧૧ દીકરીઓના લગ્ન થવા જઇ રહ્યાં છે. તે સંદર્ભે દીકરીઓને કરિયાવર બોનસ તરીકે ભેટ આપવામાં આવી હતી.
આ ઉપરાંત ગોપાલ સ્નેકસ પ્રા.લી. ના વાર્ષિક મહોત્સવમાં કામ કરતા દરેક વિભાગના એક એક કર્મચારીને પસંદ કરી ટ્રોફી તેમજ એલ.ઇ.ડી. ટીવી આપવામાં આવ્યા હતા. ગોપાલ સ્નેકસ પ્રા.લી. ૧૯૯૪ થી કાર્યરત છે. અને છેલ્લા ત્રણ વર્ષથી વાર્ષિક મહોત્સવનું આયોજન કરે છે. આ વર્ષના વાર્ષિક મહોત્સવમાં ૧૧ દીકરીઓને રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ડો. દર્શિતોબન શાહના હસ્તે ચેક એનાયત કરવામાં આવ્યા હતા.
તમામ ૧૧ દીકરીઓને લગ્નની ભેટ સ્વ‚પે ૨૯ હજારથી લઇને ર લાખ ૧૦ હજાર સુધીની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
આ વાર્ષિક મહોત્સવમાં ગોપાલ સ્નેકસ પ્રા.લી. ના એમ.ડી. પ્રફુલભાઇ, બીપીનભાઇ તેમજ રાજકોટના ડે.મેયર દર્શિતાબેન શાહ ખાસ ઉપસ્થિતિ રહયા હતા. ડે.મેટર ડો. દર્શિતાબેન શાહએ સંબોધન આપતા જણાવ્યું હતું કે ગોપાલ સ્નેકસ એક નાના પાયાથી શરુઆત કરી હતી આજે ગોપાલ સ્નેકસ ગુજરાત સહીત અન્ય ત્રણ રાજયોમાં મઘ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પ્રખ્યાત છે. ગોપાલ સ્નેકસ પ્રા. લી.. માં આજે જે મહોત્સવ ઊજવાયો છે અને ગોપાલ સ્નેકસ જે પ્રગતિના પંથે છે તેમાં મુખ્ય ફાળો અહીં કામ કરતી દીકરીઓનો છે.
ગોપાલ સ્નેકસ પ્રા.લીના એમ.ડી. પ્રફુલ્લ હદવાળીએ અબતક સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે અમારી કંપનીનું એનયુઅલ ફંકશનનું ત્રીજું વર્ષ છે. છેલ્લા ત્રણ વર્ષથી અમે આ વાર્ષિકોત્સવનું આયોજન કરી રહ્યા છીએ. પહેલા વર્ષે અમોએ સાદાઇથી વાર્ષિકોત્સવ ઊજવયું હતું. બીજા વર્ષે અમારો પ્રયાસ મોડીફીકેશન કરી કંપનીમાં જે સ્ટાફ છે તેમાં વ્યસન મુકિતનું અભિયાન ચલાવ્યું હતું. આ વ્યસન મુકિતના અભિયાનમાં આખા વર્ષ દરમીયાન અમને સારી સફળતા મળી છે.
આ વર્ષની અમારી થીમ અંધશ્રઘ્ધા નિવારણ પરનો છે. આ વર્ષે વિજ્ઞાન જાથાને બોલાવી સમાજ તેમજ કંપનીના કર્મચારીઓમાં અંધશ્રઘ્ધા દુર થાય તેવો પ્રયાસ છે અને આ અભિયાન આખુ વર્ષ ચલાવીશું.
દર વર્ષે અમે ૧ જે દીકરીઓના લગ્ન થવાના છે અને કંપનીમાંથી રજા લે છે તેવી દીકરીઓને અમે કરિયાવર બોનસ તરીકે ભેટ આપીએ છીએ. આજે ૧૧ દીકરીઓને અમે ભેટ સ્વ‚પે ચેક આપ્યા છે. તેમાં એક દીકરી છેલ્લા પ વર્ષથી કામ કરે છે અને તેને ર લાખ ૧૦ લાખનો ચેક વિતરણ કર્યા છે.આ ઉપરાંત આ વાર્ષિકોત્સવમાં અમારા તમામ સ્ટાફને પ્રેરણા મળે અને કંપનીને કંઈક નવુ મળે તેમજ ઉત્સાહથી બધા કર્મચારી કામ કરે તે મુખ્ય હેતુ છે. કંપનીમાં ૧૨૦૦ કર્મચારીઓનો સ્ટાફ છે. અને અલગ અલગ વિભાગમાં બધા કર્મચારીઓ કામ કરે છે. આ બધા વિભાગમાંથી એક કર્મચારીને પસંદ કર્યા છે. કે જેનું કામ આખા વર્ષ દરમિયાન સા‚ રહ્યું છે. તેને પણ સન્માનીત કર્યા છે.
હવે પછી આવતા મહિનાના ૧૭/૫ના રોજ ગોપાલ સ્નેકસ પ્રા.લી. દ્વારા ૫૧ દિકરીઓનો સમુહ લગ્ન સમારંભ યોજવામાં આવશે જેમાં સૌરાષ્ટ્રભરની ૫૧ દીકરીઓના સમુહ લગ્નનું આયોજન ફેકટરીખાતે જ કરવામાં આવશે જે એક સમાજના સેવાના ભાગ ‚પે અર્પણ કરીએ છીએ અને કંપની આગળ આવે અને રોજગારીની તકો પ્રાપ્ત થાય તેવા જ પ્રયાસો અમારી કંપની તરફથી કરવામાં આવતા હોય છે.