આમ આદમી પાર્ટીની હલકી માનસિકતાથી ગુજરાતનો દરેક નાગરિક સાવધાન રહે: પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા
આ ઘટના સંદર્ભે ગોરઘનભાઇ ઝડફીયાજીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું કે, વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી માટે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ લાંછન પહોંચે તેવા હિન શબ્દો વાપર્યા છે તેને ગુજરાત તેમજ દેશના નાગરીકો વતી અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આમ આદમી પાર્ટીની આવી હલકી માનસીકતાની ચિંતા કરી ગુજરાતના દરેક નાગરિકે સતર્કતા રાખવી જોઇએ.
રાજનીતીમાં વિચારઘારાના મતમંતાર હોઇ શકે પરંતુ રાજનીતીક મુલ્ય સાથે ક્યારેય પણ છેડ છાડ યોગ્ય નથી. ગોપાલ ઇટાલીયાએ વાપરેલી ભાષા અને શબ્દોનું સંજ્ઞાન આમ આદમી પાર્ટીના કેજરીવાલે લઇને આ શબ્દો માટે કડકમાં કડક કાર્યવાહીની ગુજરાતની પ્રજા માંગણી કરી રહી છે. હાલમાંજ કેજરીવાલના મંત્રીએ ઘર્માતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને હિન્દુ દેવી દેવતાઓના અપમાનને સમર્થન આપ્યું. તેના પડઘા રૂપે તેમના મંત્રીનું રાજીનામું લઇ લેવામાં આવ્યું તો ગોપાલ ઇટાલીયાને શા માટે આમ આદમી પાર્ટી છાવરે છે તેનો જવાબ ગુજરાતની જનતા સમક્ષ કેજરીવાલે આપવો જોઇએ. શું કામ ગોપાલ ઇટાલીયાને બચાવવા દિલ્હી અને રાજયમાં પત્રકાર પરિષદને સંબોઘવામાં આવે છે તેનો જવાબ ગુજરાતની પ્રજા માંગે છે. ઝડફીયાએ વધુમાં જણાવ્યું કે, આમ આદમી પાર્ટી દ્વારા આ કોઇ પ્રથમ વખત અપકૃત્ય કરવામાં આવ્યું નથી પરંતુ વાંરવાર ઇનવિસિબલ પોલીટીકલ ન્યુસન્સ આમ આદમી પાર્ટી કરી રહી છે તેને ગુજરાતની જનતા કયારેય સાંખી નહી લે.
મોદી માટે વાપરેલા અપશબ્દો સભર નિવેદન ગુજરાતના લોકોએ ગંભીરતાથી લીધુ છે. આવું નિમ્ન કક્ષાની વાણી વર્તનની ગુજરાતના રાજકારણમાં કોઇ જ જગ્યા નથી. ઝડફીયાએ ગોપાલ ઇટાલીયાને આડે હાથે લેતા જણાવ્યું કે, જે પક્ષના પ્રદેશ પ્રમુખ આવી અભદ્ર ભાષાનો ઉપોયગ કરતા હોય તો તેમની કાર્યકર્તાઓની કેડરને શું સંસ્કાર મળશે ? તે ગુજરાતની જનતા જોઇ રહી છે.
એક પ્રશ્ર્નના જવાબમાં ઝડફિયાએ જણાવ્યુ કે, મહિલા આયોગ દ્વારા આ અપશબ્દો મુદ્દે ફરિયાદ કરવામાં આવેલ છે અને આગળ કાયદાકીય મંતવ્ય લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગોપાલ ઇટાલિયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે બોલેલા અપશબ્દો ગુજરાતીઓના દિલમાં એક તીરની જેમ ખૂંચી રહયા છે. તેનો જવાબ ગુજરાતની ગૌરવશાળી પ્રજા મતદાન વખતે ચોક્કસથી આપશે