રિઝલ્ટ અને પરીક્ષા સંબંધી જાણકારીઓ માટે ગૂગલે સીબીએસઇ સાથે કરાર કર્યો છે. તે હેઠળ કેન્દ્રીય બોર્ડની પરીક્ષાઓના પરિણામો હવે ગૂગલ સર્ચ પેજ પર ઝડપથી અને સુરક્ષિત રીતે જોવા મળી શકશે. સોમવારે આવેલા જેઇઇ મેઇન્સ પરીક્ષાના પરિણામોની સાથે તેની શરૂઆત થઇ ચૂકી છે.
સિક્યોરિટી પર સંપૂર્ણ ફોકસ
– ગૂગલનું કહેવું છે કે, તેણે સીબીએસઇ સાથે મળીને આ પ્લાન પર કામ કર્યું. તેમાં ડેટા સિક્યોરિટીનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
– ગૂગલની સર્ચ પ્રોડક્ટ મેનેજર શિલ્પા અગ્રવાલના જણાવ્યા પ્રમાણે, કરોડો સ્ટુડન્ટ્સ માટે એ અતિશય મહત્વનું હોય છે કે તેમને એજ્યુકેશન સાથે જોડાયેલી વિશ્વસનીય, સરળ અને સુરક્ષિત જાણકારીઓ મળી શકે.
રિઝલ્ટ ઉપરાંત આ જાણકારીઓ પણ મળશે
– ગૂગલ પ્લેટફોર્મ દ્વારા સ્ટુડન્ટ્સ પરીક્ષાની તારીખ, રજિસ્ટ્રેશન અને બીજી જરૂરી જાણકારીઓ પણ જોઇ શકશે. આ માટે ગૂગલે એક નવું ફીચર જોડ્યું છે, જેનાથી સર્ચ દરમિયાન સરળતા રહેશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com