બાળકોની પ્રાયવેસીનાં ઉલ્લંઘન મામલે કરવામાં આવી કાર્યવાહી
પ્રાઈવસીના ઉલ્લંઘન બદલ ગૂગલની માલિકીના યૂટ્યૂબ પર ભારે દંડ લગાવ્યો છે. અમેરિકામાં યૂટ્યૂબ પર રૂપીયા ૧હજાર કરોડ દંડ કરવામાં આવ્યો છે. આ કાર્રવાઈ બાળકોની પ્રાઈવસીના ઉલ્લંઘન મામલે કરવામાં આવે છે. બાળકોની પ્રાઈવસી સાથે જોડાયેલા કોઈ મામલામાં થયેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો દંડ માનવામાં આવે છે.
અમેરિકાની ઉપભોક્તા સુરક્ષા એજન્સી ફેડરલ ટ્રેડ કમિશને યૂટ્યૂબ પર લાગેલા આરોપોનો નિકાલ કરતા તેને આ સજા ફટકારી છે. જેના પર હજુ અમેરિકાના ન્યાય વિભાગની મહોર લાગવાની બાકી છે. આ નિર્ણયનું વિસ્તૃત વિવરણ હજી સુધી જાહેર નથી કરવામાં આવ્યા. આ મામલા સાથે જોડાયેલા ત્રણ લોકોએ આ જાણકારી આપી છે. બાળકોની પ્રાઈવસી સાથે જોડાયેલા એક મામલામાં આ વર્ષે જ ટિકટોક પર ૫૭ લાખ ડોલર લગભગ ૪૦ કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.
બાળકોની પ્રાઈવસીને લઈને ૨૦ સમૂહોએ ગયા વર્ષે ગયા વર્ષે એફટીસીએ યૂટ્યૂબની સામે ફરિયાદ કરી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે આ વીડિયો પ્લેટફોર્મ બાળકોની અંગત જાણકારી એકઠી કરી રહ્યું છે અને લાભ ઉઠાવી રહ્યું છે. આ પ્રાઈવસીના કાયદાનો ભંગ છે. આ મામલા સાથે જોડાયેલા એક વ્યક્તિએ કહ્યું કે, યૂટ્યૂબે બાળકોની પ્રાઈવસી સાથે જોડાયેલા કાયદાને નજરઅંદાજ કરતા ગેરકાયદે ડેટા ભેગો કર્યો અને નફો કમાયો.
અમેરિકાના નાગરિકોને સોશિયલ મીડિયા ડેટા અને જેનેટિક ડેટા સહિત બીજી જાણકારીઓની સુરક્ષાને વધુ સારી કરવા માટે આ વર્ષે સંસદમાં અનેક બિલ રજૂ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં અનેક લોકોએ ફેસબુક અને ગૂગલ જેવી કંપનીઓના વર્તાવ પર ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે.