જાયન્ટ કંપની ગૂગલે તેની ડેટા હિસ્ટ્રી પોલિસીમાં ફેરફાર કર્યો છે. યુઝર્સે કઈ વેબસાઈટ વિઝિટ કરી, કઈ વેબસાઈટ સર્ચ કરી, એપ એક્ટિવિટી અને તેનાં લોકેશન સહિતની અનેક માહિતી હવે ગૂગલ સર્વર 18 મહિના બાદ આપમેળે ડિલીટ કરી દેશે. આ ઉપરાંત યુટ્યુબ હિસ્ટ્રી જેમ કે યુઝરે કયા વીડિયો કેટલી મિનિટ સુધી જોયા તેની તમામ માહિતી 36 મહિના બાદ આપમેળે ડિલીટ થઈ જશે.
જોકે આ ફેરફાર હાલ નવા અકાઉન્ટ પર જ લાગુ થશે. જૂના અકાઉન્ટ હોલ્ડર્સને અન્ય સેટિંગ્સ આપવામાં આવી શકે છે. ઘણી ટેક કંપનીઓ પર ડેટા કલેક્ટ કરી તેનો વેપાર કરવાનો આરોપ લાગ્યો છે. હવે ગૂગલની આ નવી પોલિસીની જાહેરાત અન્ય કંપનીઓ માટે નવો ચીલો ચાતરશે તો નવાઈ નહીં લેખાય