ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધતી જ જાય છે. ડિજીટલ ઇન્ડિયાની કોશિશ અને સસ્તી ઇન્ટરનેટ સેવાથી ડિજીટલ વોલેટનો ઉપયોગ પણ વધતો જઇ રહ્યો છે. આજ કારણે ગુગલ પણ ભારતમાં પોતાનુ ડિજીટલ વોલેટ લોન્ચ કરવા જઇ રહી છે. હાલ ગુગલ પાસે પોતાનુ વોલેટ સર્વિસ છે.પરંતુ ભારતમાં તેનો યુઝ થતો નથી. એક રિપોર્ટ પ્રમાણે ગૂગલ પોતાનુ ડિજીટલ વોલેટ ૧૮ સપ્ટેમ્બરે ભારતમાં લોન્ચ કરવા જઇ રહ્યું છે. જેનું નામ ‘તેજ’ રાખવામાં આવ્યું છે.
હાલાકી ગુગલ તરફથી અધિકારીક રીતે કોઇ જાણકારી આપવામાં આવી નથી. એ પહેલા ઇન્ટેટ મેસેંજીંગ એપ વોટ્સએપ પણ યુપીઆઇ બેસ્ટ ડિજીટલ પેમેન્ટની ટેસ્ટીંગ શ કરી દીધી છે. આ ઉપરાંત ભારતીય ઇન્સ્ટ મેસેજીંગ એપ હાઇકે પણ પોતાના ડિજીટલ પેમેન્ટ સર્વિસ શ કરી હતી.