‘ગૂગલ ફોટોઝ’માં હવે વધુ નવા ફીચર્સ ઉમેરાઈ રહ્યા છે. આ વખતે ગૂગલ દ્વારા યુઝર્સને ટ્વિટર પર પૂછવામાં આવ્યું હતું કે, કયા પ્રકારનાં નવા ફીચર્સ જોઈએ છે. યુઝર્સ પાસેથી મંગાવેલા સૂચનો આ બાબતોનો દિશા નિર્દેશ આપી રહ્યા છે.
મેન્યુઅલ ફેસ ટેગિંગ
ગૂગલ ફોટોઝ ચહેરાની ઓટોમેટિક ઓળખ અને ટેગ કરવાની ખૂબીના કારણે ઓળખવામાં આવે છે. જોકે તે ક્યારેક જ કામ લાગે છે. ગૂગલે સ્પષ્ટ કર્યું છે કે, હવે યુઝર પણ મેન્યુઅલી ફેસ ટેગ કરી શકશે. કંપની જેવી રીતે પિકાસા પ્રોડક્ટ થકી કામ કરે છે તેવી જ રીતે આ ફીચર કામ કરશે.
જો યુઝર તેની ગૂગલમાં અપલોડ કરેલી કોઈપણ તસવીર ડીલીટ કરવા માંગતા હોય તો તેને સરળતાથી ડીલીટ કરી શકશે. અત્યારસુધી આ બાબત શક્ય નહોતી. તસવીર ડીલીટ કરવા માટે યુઝરે આલ્બમમાંથી બહાર આવી તસવીર લોકેટ કરવી પડશે ત્યારપછી જ તેને ડીલીટ કરી શકાશે. હવે ગૂગલ એવી સુવિધા ટૂંક સમયમાં જ આપશે જેના થકી યુઝર આલ્બમમાંથીસીધા જ તસવીર હટાવી શકશે.