ફોનમાં પહેલાથી જ ફોમ બ્રાઉઝર ઈન્સ્ટોલ રાખવા મોબાઈલ ઉત્પાદક કંપનીઓને દબાણ કરતું હોવાનો ગુગલ પર આક્ષેપ: ૩૫ હજાર કરોડો રૂપીયાનો દંડ ફટકારાયો
યુરોપીયન યુનિયને ગુગલને અધધ કહી શકાય તેમ ૪.૩૪ અબજ યુરો એટલે કે અંદાજે ૩૫ હજાર કરોડનો દંડ ફટકાર્યો છે જેની પાછળનું મુખ્ય કારણ એન્ડ્રોઈડનો ગેરકાયદે ઉપયોગ છે. હાલના સમયમાં મોટાભાગના લોકો ગુગલનો ડગલેને પગલે ઉપયોગ કરતા થયા છે.
જે પણ કોઈ બાબત કે વસ્તુ ન સમજાય અથવા તેના વિશે વધુ જાણવા આપણે તુરંત જ ગુગલ પર સર્ચ કરીને જાણી કે સમજી લઈ છીએ પરંતુ ગુગલ આ બાબતને લઈ એન્ડ્રોઈડનો ગેરકાયદે ઉપયોગ કરતું હોવાનો ખુલાસો થયો છે.
યુરોપીયન યુનિયન (ઈયુ)ના કમિશનર મારગ્રેથ વેસ્ટેજરે કહ્યું કે, ગુગલે એન્ડ્રોઈડનો ઉપયોગ તેના સર્ચ એન્જિનને મજબુત કરવા માટે કર્યો છે જે ઈયુના એન્ટ્રીટ્રસ્ટ નિયમોની દ્રષ્ટિએ ગેરકાયદે છે તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, ગુગલે ૯૦ દિવસની અંદરમાં તે બંધ કરવું જોઈએ અને આ માટે ગુગલે ૩૫ હજાર કરોડનો દંડ ચુકવવો પડશે.
મારગ્રેપ વેસ્ટેજરે કહ્યું કે, જો ગુગલ ૯૦ દિવસમાં આ બંધ ન કરે તો તેણે આલ્ફાબેટથી થનારી આવકની ૫ ટકા રકમ દૈનિક દંડ તરીકે ચુકવવો પડશે. જોકે, આ સામે ગુગલે કહ્યું છે કે, તે આ કાર્યવાહી વિરુઘ્ધ અપીલ કરશે. ગુગલના પ્રવકતા અલ વર્નીએ કહ્યું કે, એન્ડ્રોઈડ લોકોને વધુ વિકલ્પ આપવા માટે રાખ્યું છે
તે ઝડપથી નવું-નવુ અને સારી સુવિધાઓ લાવવામાં સક્ષમ છે. આ ઉપરાંત ગુગલ પર એ પણ આક્ષેપ લાગ્યો છે કે તે અનેક ફોન ઉત્પાદક કંપનીઓને પહેલાથી જ ફોનમાં ગુગલ ફ્રોમ બાઉઝર ઈનસ્ટોલ કરવા માટે દબાણ કરે છે. કેટલીક એપ્સને લાઈસન્સ આપવા માટે પહેલા ગુગલ સર્ચ કરવું પડે છે અને ઈયુમાં વેચાતા ફોનમાં પણ ગુગલ સર્ચ અને ફ્રોમ પહેલાથી જ ઈન્સ્ટોલ રહે છે જે નિયમોની વિરુઘ્ધ છે
જેની સજા ગુગલને ભોગવવી પડશે તેમ યુઈએ જણાવ્યું છે.યુરોપમાં ઈન્ટરનેટ સર્ચમાં ગુગલે જ પગદંડો જમાવી રાખ્યો છે. સર્ચ એન્જીન ક્ષેત્રે લગભગ ૯૦ ટકા હિસ્સો ગુગલ જ ધરાવે છે જણાવી દઈએ કે આ અગાઉ પણ આ બાબતે ગુગલને દંડ ફટકારાઈ ચુકયો છે પરંતુ આ વખતે રેકોર્ડબ્રેક સૌથી વધુ એટલે કે ગયા વખતની સરખામણીએ વધુ દંડ ફટકારવામાં આવ્યો છે.