ફ્લિપકાર્ટ, એમેઝોન અને અન્ય ઇ-કૉમર્સ સાઇટ્સની જેમ, હવે તમે Google પરથી પણ ખરીદી કરી શકો છો. ઘણા લાંબા સમયથી તેના પર કામ કરી તેની શોપિંગ વેબસાઇટ શરૂ કરી દીધી છે. આ લોકોના શોપિંગ અનુભવને બદલશે. આ વેબસાઇટ દ્વારા, વપરાશકર્તાઓ વિવિધ ઉત્પાદનો ખરીદવા અને ઑફર્સને જાણવા માટે ફિલ્ટર્સનો ઉપયોગ કરી શકે છે. તેના દ્વારા વપરાશકર્તા સારી ઑફર્સ વિશે જાણકારી મેળવી શકશે તેમજ તે મુજબ ખરીદી કરી શકે છે.
ગૂગલે તેની આ સેવા ત્રણ પ્લેટફોર્મ પર લોંચ કરી છે જેમાં ગૂગલ સર્ચ પર શોપિંગ ટેબ આપેલ છે. આ સુવિધા મોબાઇલ ઉપકરણો પર ગૂગલ લેન્સ એપ્લિકેશનમાં લોન્ચ કરવામાં આવી છે. આ ઉપરાંત, નવું શોપિંગ હોમ પેજ પણ લોંચ કરવામાં આવ્યું છે.
શોપિંગ હોમપેજ દ્વારા ગ્રાહક વિવિધ કેટેગરીમાં ઉત્પાદનો શોધી શકશે. અને તે પણ શોધી શકશે કે ક્યાં રિટેલર તે પ્રોડક્ટને સસ્તામાં વેચાણ કરી રહ્યું છે. તે સિવાય પણ ગ્રાહકને પ્રાઈસ ડ્રોપ અને પોપ્યુલર પ્રોડક્ટ વિષે પણ જાણકારી મળી રહેશે. વપરાશકર્તાઓ પ્રોડક્ટના રિવ્યુપણ જોઈ શકે છે.