આજના સમયમાં ભાગ્યે જ કોઇ એવા વ્યક્તિ એવો હશે જેનું ગૂગલમાં એકાઉન્ટ નહીં હોય, ગૂગલ દ્વારા ગૂગલ ફોટોમાં અનલિમિટેડ સ્પેસ આપવામાં આવી હતી પરંતુ હવે તેમાં ફેરફાર કરી જે 15 જીબીની ફ્રી લિમિટ આપવામાં આવી હતી તેમાં ફોટોઝનો સમાવેશ કરી લીધો છે. એટલે યૂઝર્સના તમામ ફોટોઝની ગણતરી ફ્રીમાં આપેલી 15 જીબીમાં થશે. આ 15 જીબી ફૂલ થઇ ગયા બાદ યૂઝર્સ મેઇલ કે ગૂગલ ડ્રાઇવમાં સ્ટોર કરી શકશે નહીં. જો કોઇ યૂઝર્સ પાસે એટલો ડેટા છે કે 15 જીબી પુરું નથી પડતું એવા યૂઝર્સ માટે ગૂગલે ગૂગલ વનની વ્યવસ્થા કરી છે. જેમાં યૂઝર્સ સબ્સક્રિપ્શન પ્લાન જાહેર કર્યો છે. આ પ્લાન માટે તમારે પૈસા ચૂકવવાના રહેશે.
કેવી રીતે પ્લાન એક્ટિવ કરાવવો ?
જો તમારો 15 જીબીનો ફ્રી સ્ટોરેજ ખતમ થવા જઇ રહ્યો છે તો તમને ગૂગલ દ્વારા મેઇલ કરી જાણ કરવામાં આવશે. જો તમારી સ્ટોરેજ ખતમ થઇ ગઇ છે તો ડરવાની જરૂર નથી, કારણ કે તમે ગૂગલ વન અથવા ક્લાઉડ સ્ટોરેજની સર્વિસ ખરીદી પોતાનો ડેટા ત્યાં સ્ટોર કરી શકો છો. કંપની તરફથી યૂઝર્સને પોતાના ગૂગલ ફોટોઝમાંથી તમામ ડેટા ડાઉનલોડ કરવાની સુવિધા આપી છે. ગૂગલ વનનું સબ્સક્રિપ્શન લેવા માટે સૌપ્રથમ ગૂગલ વનની વેબસાઇટ પર ખોલવી, ત્યારબાદ તમારા ગૂગલ એકાઉન્ટની માહિતીની મદદથી લોગઇન કરવું.
લોગ ઇન થયા બાદ તમારે તમારી જરૂરિયાત પ્રમાણે પ્લાનની પસંદગી કરવાની રહેશે. ખાસ વાત એ છે કે તમારા પરિવારના સભ્યો કે મિત્રોના એકાઉન્ટને આ સબ્સક્રિપ્શનનો લાભ મળશે. એટલે કે એક સબ્સક્રિપ્શન પર વધારેમાં વધારે 6 લોકોના એકાઉન્ટ જોઇન કરી શકો છો. ગૂગલ વનની એપ્લિકેશન તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો.
શું છે આ Google One પ્લાન ?
સરળ ભાષામાં સમજીએ તો જેમ તમે ગૂગલ ડ્રાઇવમાં ડેટા સ્ટોર કરતાં હતા એજ પ્રકારે Google One પણ એક પ્રકારે ડ્રાઇવ જ છે પરંતુ ફરક એટલો કે ગૂગલ ડ્રાઇવમાં 15 જીબી સુધી ફ્રીમાં ડેટા સ્ટોરેજ છે પરંતુ ગૂગલ વન માટે તમારે પૈસા ચૂકવવા પડશે. એટલે કે ગૂગલ વનમાં તમે 15 જીબીથી વધુ ડેટા સ્ટોર કરી શકો છો. ગૂગલ વનમાં તમે 15 જીબીથી 100 જીબી, 200 જીબી અને 2 TB જેટલી જરૂરિયાત પ્રમાણે સ્ટોરેજ લિમિટ વધારી શકો છો. ગૂગલે Google Oneના સબ્સક્રિપ્શન પ્લાન પ્રમાણે 100 ૠઇના સ્ટોરેજ માટે વાર્ષિક 1300 રૂપિયા ચૂકવવાના રહેશે. જો કોઇ યૂઝર્સ મહિનાનો પ્લાન કરાવવા ઇચ્છે તો એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કે 100 જીબીના પ્લાનના મહિને 130 રૂપિયા ચૂકવવાના રહેશે. જ્યારે એનાથી પણ વધુ સ્ટોરેજ જોઇએ તો 200 જીબીના વાર્ષિક 2100 રૂપિયા અને આજ પ્લાન મહિનાનો કરવો હોય તો 210 રૂપિયા પર મહિને ચૂકવવાના રહેશે. આ સિવાય 2 TBના સ્ટોરેજ માટે વાર્ષિક 6500 રૂપિયા અને મહિને 650 રૂપિયા ચૂકવવાના રહેશે. 2 TBના પ્લાનની અંદર તમને એન્ડ્રોઇડ ફોનમાં ફ્રી VPNની સર્વિસનો લાભ આપવામાં આવશે.