મોબાઇલમાં ડેટા મેનેજમેન્ટ અને ડેટા સેવર માટે ઘણી થર્ડ પાર્ટી એપ્લિકેશન્સ છે પરંતુ આમાંથી મોટાભાગની એપ્લિકેશન તમારા સ્માર્ટફોન્સને સ્લો કરી નાખે છે અને મૂર્ખ બનાવે છે. પરંતુ હવે Google પોતે એક નવી એપ્લિકેશન લોન્ચ કરી છે જે ડેટા સેવર તરીકે ઉપયોગ કરી શકાશે.
આ એપ્લિકેશનનું નામ Datally છે અને તે Google Play સ્ટોર પરથી તમે ફ્રી ડાઉનલોડ કરી શકો છો કંપની મુજબ આ એપ દ્વારા યુઝર્સ તેના મોબાઈલના ડેટાને રીઅલ ટાઇમ ટ્રૅક કરી શકશે. આ ઉપરાંત ડેટા બચાવા માટે આ એપ સજેસન પણ આપે છે. આસપાસના પબ્લિક વાઇફાઇ વિશે આ એપ્લિકેશન તમને માહિતી આપશે. ગૂગલની આ એપ, એન્ડ્રોઇડ 5.0 અને ઉપરના વર્ઝન પર ચાલે છે.
Datally App ની ખાસિયત
- ડેટાની ચોક્કસ માહિતી
આ એપમાં તમે ડેઇલી, મંથલી અને વિકલી બેસિસ પર તમારા ડેટા યુસેઝને જોઈ શકશો. એટલું જ નહીં આ એપ તમને વધુ ડેટા બચતની પદ્ધતિઓ પણ જણાવશે.
- ડેટા કન્ટ્રોલ
આ એપમાં ડેટા સેવરનું ઑપ્શન છે તે ચાલુ કરવા પર જ આ એપ્લિકેશન તમારા સ્માર્ટફોનનાં બેકગ્રાઉન્ડ ડેટાને બ્લોક કરે છે. સામાન્ય રીતે તમે જે એપ્લિકેશનને ઉપયોગ કરી રહ્યા નથી છતાં તે એપ્લિકેશન પણ ડેટાનો વપરાશ કરે છે. જો તમાર સ્માર્ટફોનમાં કોઈ એવી એપ છે જે વધારે ડેટા વપરાશ કરે છે તો તમે આ એપ દ્વારા બ્લોક કરી શકો છો.
- ડેટા સેવિંગ
ઘણી વખત મહિનો સમાપ્ત થાય તે પહેલાં કેટલાક દિવસો પહેલા તમને લાગે છે કે થોડો ડેટા બચ્યો હોત તો સારું હતું. ડેટા બચાવવા માટે તમે પબ્લિક વાઇફાઇ યુઝ કરી શકો છો અને આ એપ તમને તેની માહિતી આપે છે. એક બાબત ધ્યાન રાખો કે પબ્લિક વાઇફાઇનો સાવચેતીથી ઉપયોગ કરો, કારણ કે મોટાભાગનું હેકિંગ તેમાજ થાય છે. તેથી તેવ જ પબ્લિક વાઇફાઇ યુઝ કરો જે ભરોસાપાત્ર હોય.