ગૂગલે તેની વાર્ષિક ઇવેન્ટ I/O-ર૦૧૮ ડેવલોપર કોન્ફરન્સમાં ઓફિશિયલ રીતે એન્ડ્રોઇડ પી મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમની જાહેરાત કરી. એન્ડ્રોઇલ ઓએસના નવાં વર્ઝનમાં ગૂગલની સ્ટ્રેન્થ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ પર ધ્યાન આપવામાં આવ્યું.

કંપનીએ ઘણી મોટી જાહેરાતો કરી જેમાં એન્ડ્રોઇડ પીમાં નવાં ફીચર્સ ઉપરાંત આસિસ્ટન્ટ લેન અને ડ્રાઇવર લેસ કાર સામેલ છે. કંપનીએ જણાવ્યું કે કેવી રીતે સેલ્ફ ડ્રાઇવિંગ કાર સામાન્ય જિંદગી પર અસર કરે છે. કંપનીએ દાવો કર્યો કે તે વધુ સુર‌િક્ષત છે. WayMo આલ્ફાબેટની સહાયક કંપની છે. ગૂગલ માટે સેલ્ફ ડ્રાઇવિંગ કાર પર કામ કરે છે. WayMo એપ દ્વારા ડ્રાઇવર લેસ કાર બુક કરી શકાશે. તે દુનિયાની પહેલી કંપની છે જેની પાસે માત્ર સેલ્ફ ડ્રાઇવિંગ કાર છે.

લેન્સના ત્રણેય નવાં ફીચર્સ યુઝર્સને આવતા મહિને મળવા શરૂ થઇ જશે. ગૂગલ લેન્સમાં મશીન લર્નિંગનો ઉપયોગ કરવામાં આવે છે જે સ્પષ્ટ જાણકારી આપે છે. લેન્સ દ્વારા તમે પોસ્ટર્સ કે પુસ્તકોમાં લખેલા શબ્દો કોપી કરીને સ્માર્ટફોનમાં લાવી શકો છો.

Android P 5ગૂગલ લેન્સના કેટલાક નવાં ફીચર્સમાં ગૂગલ લેન્સને હવે બીજી કંપનીઓના એન્ડ્રોઇડ સ્માર્ટ ફોનના ડિફોલ્ટ કેમેરા એપમાં અપાશે. જીપીએસ ઉપરાંત વીપીએસ આપવામાં આવ્યું છે. વિઝયુઅલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા તમે આસપાસના વિઝયુઅલ ફિચર્સ એનેલાઇઝ કરીને દિશા જાણી શકશો.

વોકિંગ નેવિગેશનને કેમેરાની મદદથી સંપૂર્ણ રીતે બદલી દેવાયું છે. જેમાં ઓગમેન્ટેડ રિયાલિટીનો સહારો લેવાયો છે. ગૂગલ મેપમાં યોર મેચનું ઓપ્શન મળશે. જેમાં તમારા રસના આધારે જગ્યાઓ અને રેસ્ટોરાં વિશે જણાવવામાં આવશે.

12 4એન્ડ્રોઇ પી બિટા જારી કરી દેવાયું છે. તેને પિક્સલ અને બીજી કંપનીઓના ફલેગશિપ સ્માર્ટફોનમાં આજથી જ આપવામાં આવશે. એન્ડ્રોઇડમાં સિકયોરિટીને પણ વધુ સારી બનાવાઇ છે. સૂતી વખતે તમે ઝિંગ ડાઉન નાના ફીચર્સને યુઝ કરી શકો છો જેનાથી તમારા ફોનની સ્ક્રીન જાતે જ ગ્રે સ્કેલની થઇ જશે.

એન્ડ્રોઇ પીમાં ડેશબોર્ડ આપવામાં આવ્યું છે અને ડેવલપર્સ એપમાં એવું ફીચર અપાયું છે જેથી યુઝર્સને જાણ થાય કે તેને એપમાં કેટલો ટાઇમ સેન્ડ કર્યો છે. એન્ડ્રોઇડ પીમાં આઇફોન એકસ જેવો જ જેસ્ચર સપોર્ટ અપાયો છે. કંપનીએ તેને સ્વાઇપ એપ જેસ્ચરનું નામ આપ્યું છે.

How to install the Android P beta on your Google Pixel or other eligible phoneડેવલોપર માટે એમએલ કિટ લોન્ચ કરાઇ છે. જે ડેવલોપને મશીન લર્નિંગ એપ માટે મદદ કરશે. એન્ડ્રોઇડ પીમાં ઇન્ટરફેસને વધુ બેસ્ટ બનાવાયું. એન્ડ્રોઇડ પીમાં એડેપ્ટિવ બેટરી ફીચર્સ આપવામાં આવ્યું છે જે મશીન લર્નિંગને યુઝ કરતાં તમારા સ્માર્ટ ફોનની બેટરી સેવ કરે છે. તે પ્રીડિકટ કરે છે કે આગળ તમે કઇ એપ યુઝ કરશો.

આજથી જ એન્ડ્રોઇડ અને આઇઓએસમાં નવા ગૂગલ ન્યૂઝ મળવા શરૂ થઇ જશે. ન્યૂઝ સ્ટેન્ડમાં ઘણા પબ્લિકેશનનો સપોર્ટ અપાયો છે. ગૂગલ ન્યૂઝમાં ૩૬૦ ડિગ્રીનો સપોર્ટ અપાયો છે. યુઝર્સને કોઇ પણ ટોપિક પર દરેક પ્રકારની જાણકારી મળશે. ગૂગલ ન્યૂઝ માટે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થઇ રહ્યો છે.

123 7 (Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.