ગૂગલે ઇમેઇલ સેવા જીમેલના લોગોમાં મોટો ફેરફાર કર્યો છે અને તેમાં દેખાતા આઇકોનિક એનવોલેપ એટલે કે કવરને દૂર કરી દીધુ છે. હવે જીમેઇલના લોગોમાં ફક્ત એમ શબ્દ જ નિહાળી શકાશે. જે લાલ, વાદળી, લીલો અને પીળો જેવા ટ્રેડમાર્ક રંગમાં છે. ટૂંક સમયમાં જ જીમેલ લોગો નવા અપડેટ્સ સાથે નવા અવતારમાં તમારી સામે આવશે. જીમેલના લોગોમાં પરિવર્તનની સાથે ગૂગલે લોકપ્રિય જી સ્યુટ સેવાને ફરીથી નવું નામ આપ્યું છે અને હવે તે જી સ્વીટ વર્ક પ્લેસ તરીકે ઓળખાશે.

ભૂતકાળમાં ગૂગલે વિડિઓ કોન્ફરન્સિંગ સેવા મીટમાં બે નવી સુવિધાઓ ઉમેરવાની પણ જાહેરાત કરી હતી, જેનો ઉપયોગ 8 ઓક્ટોબરથી શરૂ થશે. તાજેતરના સમયમાં. ગૂગલે કેલેન્ડર, ડોકસ, મીટ અને શીટ્સના લોગોને પણ અપડેટ કર્યા છે અને તેનો હેતુ જીમેઇલ ની ડિઝાઇન સાથે આ પ્રોદુક્ટને મેચ કરવાનો છે.

નવો જીમેલ લોગો કેવો દેખાશે?

જીમેલ લોગો હાલમાં લાલ રંગના પરબિડીયા સાથે દેખાય છે. જેમાં એમ શબ્દ પરબિડીયાના રૂપમાં છે. હોવી જીમેલનો આઇકોનિક લોગો બદલવાનો નિર્ણય લીધો છે. જો કે, જીમેલ ટીમ કહે છે કે પ્રક્રિયા સરળ નહોતી. જ્યારે પણ જીમેઇલના લોગો બદલવા માટે પ્રયત્નો શરૂ થયા ત્યારે અમને નકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. હવે જીમેલ લોગોમાં ઘણું પરિવર્તન કરવામાં આવ્યું છે અને તેને વધુ સારા દેખાવ સાથે રજૂ કરવામાં આવી રહ્યો છે. હવે જીમેઇલનો લોગો એકદમ રંગીન અને આધુનિક લાગે છે.

ગૂગલે તેની પ્રોડક્ટમાં અન્ય કયા ફેરફાર કર્યા?

ગૂગલે જી સ્યુટ વપરાશકર્તાઓ માટે બધું એક સ્થળે મળે તેવી સિસ્ટમ પણ બનાવી છે, જેમાં જીમેલ, મીટ અને ચેટ સહિતની અન્ય સુવિધાઓ એક જગ્યાએ આપવામાં આવી રહી છે અને તેનું નામ વર્ક પ્લેસ રાખવામાં આવ્યું છે. એટલે કે, વપરાશકર્તાઓ એક જ જગ્યાએ અનેક સુવિધાઓ મેળવી શકે છે. તાજેતરના સમયમાં, વર્ક ફ્રોમ હોમના વધતા વલણને કારણે લોકોને એક જ જગ્યાએ બધી વસ્તુઓની જરૂર પડે છે, જે તેમના કામ માટે મદદરૂપ છે. આવી સ્થિતિમાં, ગૂગલે વપરાશકર્તા માટે નવી સિસ્ટમ શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.