“સમાચારની પણ કિંમત હોય છે!!”
વર્ષોથી ગૂગલ, ફેસબૂક સહિતની કંપનીઓ દ્વારા ન્યુઝ ડેટાના માધ્યમથી કરોડોનો ધીકતો ધંધો થતો હોય હવે પબ્લિશરને અમુક રકમ ચૂકવવી પડશે
ગુગલ અને ફેસબુક સહિતના પ્લેટફોર્મ અત્યાર સુધી ન્યુઝ ડેટાનો ઉપયોગ કરી વર્ષે, દહાડે કરોડો રૂપિયા કમાય છે. જ્યાંથી આ સમાચાર લેવામાં આવે છે. તેને મોટાભાગે નાણા ચૂકવવામાં આવતા નથી. સમાચાર જ્યારે લોકો સુધી પહોંચે છે તેના પરથી ગુગલ સહિતની કંપનીઓ નાણા કમાય છે. પરંતુ સમાચાર જેના છે તેને યોગ્ય વળતર અપાતુ નથી. અલબત હવે સમય બદલાયો છે. ફેસબુક અને ગુગલ સહિતની કંપનીઓને યુઝ ડેટાના પણ ચૂકવણા પબ્લિસરને કરવા પડશે.
ઓસ્ટ્રેલીયાએ ન્યુઝ ડેટાથી થતી આવકમાં ફેસબુક અને ગુગલને ચૂકવણું કરવાનો તખતો તૈયાર કર્યો છે. ન્યુઝ ક્ધટેઈનના માધ્યમથી જ્યારે ગુગલ કે ફેસબુકને આવક થશે તેમાંથી કેટલોક હિસ્સો પબ્લીશરને પણ આપવો પડશે. કોરોના મહામારીના કારણે લોકો ઓનલાઈન તરફ વધુ વધ્યા છે. સમાચારમાં પણ ઓનલાઈન ક્ધટેઈન છવાયેલું રહે છે. સ્થાનિક મીડિયાના ક્ધટેઈન્ટનો ઉપયોગ કરી ગુગલે કરોડોની કમાણી કરી છે. જેની સામે સ્થાનિક મીડિયાને વળતર ચૂકવવામાં આવતું ન હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે ત્યારે પબ્લિશરને રાહત રહે તે માટેનો તખતો ઓસ્ટ્રેલીયાથી નખાયો છે. ધીમી ગતિએ આખા વિશ્ર્વમાં તેની અમલવારી થવા લાગશે.અલબત ગત એપ્રિલ મહિનામાં ગુગલ દ્વારા કેટલાક પગલાની જાહેરાત થઈ હતી. જેમાં નાના અથવા તો મધ્યમ કક્ષાના પબ્લિશરને કેટલુંક ફંડ ઈમરજન્સી રિલીફ ફંડના નામે આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉંચી ગુણવત્તાના ન્યુઝ પબ્લિશરને ગુગલ ક્ધટેઈન્ટ લાયસન્સ આપશે અને તેને આવકમાંથી કેટલોક ભાગ આપી શકશે. ફેસબુકે તો વર્ષ ૨૦૧૯માં જ પારોઢના પગલા લેવાનું શરૂ કર્યું હતું. સારી ગુણવત્તાના નામે ફેસબુકે પબ્લિશરની સંખ્યાને સીમીત કરી નાખી છે. ગુણવત્તાસભર ક્ધટેઈન્ટ હોય તો અમુક રકમ
આપવાની તૈયારી થઈ હતી. અલબત હવે ફેસબુક અને ગુગલ જે ડેટા મફતમાં મેળવે છે અને અપલોડ કરીને કરોડોની કમાણી કરે છે તે ડેટા બનાવનારને રકમ ચૂકવવી પડશે. કોપીરાઈટ મુદ્દે અગાઉ યુરોપીયન યુનિયને લીધેલા કાયદા પણ મહત્વપૂર્ણ સાબીત થશે.