શું તમે કયારેય વિચાર્યું છે કે, તમે સેલ્ફી લેતાં હોવ અને તેની ઉપર જાતે જ કવિતા છપાઈ જાય? ગૂગલે આ કામ કરીને બતાવ્યું છે. ગૂગલનાં આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના લેટેસ્ટ પ્રોજેક્ટનું નામ ‘પોઇમપોટ્રેટ’ છે. આ વેબ એપ માત્ર એક વર્ડ પરથી આખી કવિતા બનાવી દેશે.
આ કેવી રીતે કામ કરશે?
આ રસપ્રદ એપનો અનુભવ કરવા માટે ગૂગલની ‘એક્સપેરિમન્ટ વિથ ગૂગલ’ વેબસાઈટમાં ‘આર્ટ એન્ડ કલ્ચર કેટેગરી’માં જાઓ. ત્યારબાદ ‘બિગિન’ શબ્દ પર ક્લિક કરો. એ પછી એપ દ્વારા ‘ડોનેટ’ વર્ડ પૂછવામાં આવશે જેમાં, તમારે જે ટોપિક પર કવિતા જોઈએ છે તેનો એક અક્ષર લખવાનો રહેશે. તમારા એક શબ્દ પરથી ગૂગલ કવિતા તૈયાર કરી દેશે. કવિતા બાદ તમારા ફોનના કેમેરાને સેલ્ફી લેવા માટે ગૂગલ એક્સેસ આપવાનું રહેશે. સેલ્ફી લીધા બાદ તમારા ફોટા પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા તૈયાર થયેલી કવિતા આવી જશે.
ગૂગલના આર્ટ એન્ડ કલ્ચર લેબના આર્ટિસ્ટ એસ ડેલ્વિન અને કોડર રોઝ ગોડવિને પોઇમપોટ્રેટ એપ બનાવી છે. 19મી સદીના 25 મિલિયન શબ્દોથી કવિતા બને તે રીતે આ એપને તૈયાર કરી છે. જોવાની વાત તો એ છે કે, આ એપ કોઈ કાવ્યની કોપી નથી કરતી. એપ તેનામાં સ્ટોર કરેલાં શબ્દોથી નવી કવિતા બનાવે છે.