યુએસની ટ્રમ્પ સરકારે ગુરુવારે વ્હાવેને ટ્રેડ બ્લેકલિસ્ટમાં ઉમેર્યા બાદ તરત જ પ્રતિબંધો અમલમાં મૂક્યા છે, જેનાથી વ્હાવે માટે યુ.એસ. સ્થિત કંપનીઓ સાથે કામ કરવું મુશ્કેલ બનશે. ગૂગલે યુએસ સરકારનાં આદેશ મુજબ ચીની ટેલિકોમ કંપની હ્વાવે દ્વારા એન્ડ્રોઇડના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.
હવે પછી હ્વાવેનાં સ્માર્ટફોનમાં ગૂગલ એપ્સ પણ ઍક્સેસ નહીં કરી શકાય. અમેરિકાનાં એનટીટી (Nippon Telegraph and Telephone) લિસ્ટમાં વ્હાવે સામેલ થતાં ગૂગલે તેના પર પ્રતિબંધ મૂક્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સની એનટીટી લિસ્ટમાં સમાવિષ્ટ કંપનીઓ સ્થાનિક ફર્મનાં લાયસન્સ વિના વેપાર કરી શકતી નથી.
વ્હાવેનાં એન્ડ્રોઇડ ઓપન સોર્સ પ્રોજેક્ટ (એઓએસપી) તરીકે ઓળખાતા ઓપન સોર્સ લાઇસન્સ દ્વારા ઉપલબ્ધ એન્ડ્રોઇડ ઑપરેટિંગ સિસ્ટમના સંસ્કરણનું ઍક્સેસ ચાલુ રહેશે, જેનો કોઈપણ યુઝર્સ ઉપયોગ કરવા ઇચ્છે છે તેના માટે મફતમાં ઉપલબ્ધ છે. ગૂગલના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં આશરે 2.5 અબજ સક્રિય એન્ડ્રોઈ ઉપકરણો વપરાશમાં છે. સૂત્રોનું માનીએ તો ગૂગલ વ્હાવેને તેની માલિકીની એપ્લિકેશન્સ અને સેવાઓ આગળ વધારવા માટે ઍક્સેસ, ટેક્નિકલ સપોર્ટ અને સહયોગ આપવાનું પણ બંધ કરશે.