સાવચેતીના પગલારૂપે ફેસબુક અને ટ્વીટર બાદ ગુગલે પણ પોતાની વેબપોલીસીમાં બદલાવ કર્યો
ગુગલ એક્સટેન્શન પ્લેટફોર્મના બ્લોગ પર જણાવવામાં આવ્યું હતું કે ક્રોમ બ્રાઉઝર પરથી ક્રિપ્ટો કરન્સી માઇનીંગને લગતી સ્ક્રીપ્ટવાળા એક્સટેન્શન જે-તે ડેવલોપર્સ દ્વારા અપલોડ કરવામાં આવ્યા હતા તે હટાવી દેવામાં આવ્યા છે. અને હવેથી આવા એક્સટેન્શન સ્વીકાર્ય નહીં બને તેમ વધુમાં ઉમેર્યુ હતું.
છેલ્લા કેટલાક સમયથી બહુપયોગી કાર્યક્રમો સાથે કામગીરી કરતી વખતે છૂપીરીતે બેકગ્રાઉન્ડ પ્રોસેસ દ્વારા યુઝર્સની ડિટેઇલ એકઠી કરવાના પ્રયાસ કરતા કે ડિટેઇલ મંગાવતી સ્ક્રીપ્ટ રન કરતા એક્સટેન્શનથી યુઝર્સની માહિતીની સલામતી સામે સવાલો ઉઠ્યા છે. ખાસ કરીને ફેસબુક સામે જે આક્રોશ પ્રવર્તી રહ્યો છે તે જોતા સાવધાનીપૂર્વક, યુઝર્સનો વિશ્ર્વાસ જળવાઇ રહે તે હેતુથી તેમજ ઇન્ટરનેટ જાયન્ટ કંપનીઓ દ્વારા વિવિધ પગલાઓ લેવાનું શરૂ થયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત મહિને ટ્વીટરે પણ તેના પ્લેટફોર્મ પર ક્રિપ્ટોકરન્સીને લગતી જાહેરાતો પર રોક લગાવી દીધી છે.
નેટ સર્ફ કરતી વખતે કે મોબાઇલ એપ્લીકેશનના ઉપયોગ વખતે અનિચ્છનીય કોઇ સ્ક્રીપ્ટ રન થતી હોય તો તેના થકી ડિવાઇસના પર્ફોમન્સ તેમજ યુઝરના સમયને માઠી અસર પહોંચે છે. જે ઘ્યાને લઇને હવે સોશિયલ મીડિયા સાથે સંકળાયેલી અન્ય કંપનીઓ પોતાની વેબસાઇટ અને પ્લેટફોર્મ પર સાવચેતીરૂ પે પગલા લે તેવો યુઝર્સનો આગ્રહ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,