ગુગલ બાબા જ્ઞાનનો ભંડાર છે અને તેના પર તમે કોઇપણ માહિતી તમે સરળતાથી શોધી શકો છો. નેટવર્કિગની દુનિયાનું સૌથી મોટુ જો કોઇ નેટવર્ક હોય તો તે ગુગલ બાબા છે. જે તમને કોઇપણ સમયે કોઇપણ માહિતી આપે છે. પરંતુ હંમેશા આંગળીના ટેરવે મળતી માહિતીને લીધે સંઘરવાની ક્ષમતા ઘટી જતી હોય છે.
જો કે નિષ્ણાંતોનું કહેવું છે કે બંને તેટલુ પોતાનું મગજનું ઉપયોગ કરવું, ગુગલનો નહિં કારણ કે આજકાલ ટેકનોલોજી અને ગુગલ જેવ સર્ચ એન્જીંનોની સંખ્યા વધી રહી છે. માટે લોકો તેમના પર નિર્ભર થઇ રહ્યાં છે. સર્ચ એન્જીનો દરેક માહિતી માટે તત્કાણ હાજર હોય છે. માટે લોકો મગજની માહિતીના સંગ્રહનો ઉપયોગ કરતાં જ નથી. જેથી પ્રોસેસિંગ અને રિકોલ કરવાની ક્ષમતા ધીરે-ધીરે ઘટવા લાગે છે.
માટે ગુગલ તેમની માહિતી માટે લોકોને પોતાના તરફ આકર્ષે તો છે અને પોતાનું બિઝનેસ પણ વધારે છે પરંતુ તે તમારા મગજને ક્યાંક ને ક્યાંક અનામતની જેમ નડે છે માટે આજની જનરેશન ફ્રી થઇ નથી. કે સીધું પહેલા તો ગુગલ બાબાને પ્રણામ કરે છે. અને પ્રસાદીરુપે ગુગલબાબા તેમને માહિતીનો તૈયાર માહિતી થાળ પીરસે છે. પરંતુ તેનાથી ક્યાંક ને ક્યાંક આપણે આપણું મગજ કામે લગાડતા ભૂલી રહ્યાં છીએ માટે સર્ચ એન્જીનનો ઉપયોગ મુકી અને ચાલો આજે આપણે પણ મગજનું બટન ઓન કરીએ.