પ્રાઈવેસીના મામલે એપલ હંમેશાં આગળ રહ્યું છે. કંપની પ્રાઈવેસીને યુઝર્સના ફંડામેન્ટલ રાઇટસ માને છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ગૂગલે પણ આ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સામાન્ય રીતે ગૂગલ પર યુઝર ડેટા ટ્રેકિંગ કરવાનો આરોપ છે. દરમિયાન કંપનીએ એક બ્લોગ દ્વારા, પ્રાઈવેસીના સંદર્ભમાં યુઝર્સે ગૂગલને સૌથી વધુ પૂછે તેવા મુખ્ય પ્રશ્નોના જવાબ આપ્યો છે. ચાલો આપણે તે પ્રશ્નો અને જવાબો વિશે જાણીએ.
શું ગૂગલ તમારા આરોગ્ય, જાતિ, ધર્મ અથવા જાતીય અભિગમ જેવી કોઈ વ્યક્તિગત માહિતીનો ઉપયોગ વિશિષ્ટ જાહેરાતો આપવા માટે કરે છે?
– ના. કંપનીનો દાવો છે કે તે એડ્સ બતાવવા માટે તમારા ઇ-મેલ અથવા દસ્તાવેજોની સંવેદનશીલ માહિતી અથવા સામગ્રીનો ઉપયોગ ક્યારેય કરતો નથી.
તમારું જીમેલ, ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટો ડેટાની ભૂમિકા શું હોય છે ?
ગૂગલ કહે છે કે Gmail, ગૂગલ ડ્રાઇવ અને ફોટા જેવા પ્રોડક્ટ યુઝર્સની પર્સનલ કન્ટેન્ટને સ્ટોર કરવા માટે બનાવવામાં આવ્યા છે. તેમનો ઉપયોગ ક્યારેય એડ્સ બતાવવા માટે થતો નથી.
ગૂગલ પર જોવા મળતી એડને કંટ્રોલ કરી શકીએ ?
– હા. ગૂગલ યુઝર્સને તે ઓપ્શન આપે છે, જેથી તેઓ દેખાતી જાહેરાતોને કંટ્રોલ કરી શકે. આ માટે, યુઝર્સે એડ્સ સેટિંગ્સ પેજ પર જવું પડશે. અહીંથી તમે એડ્સ પર્સનલાઈઝેશન સંપૂર્ણપણે ડિસેબલ કરી શકો છો.
ગૂગલ મારા વિશે શું જાણે છે તે જાણવાની કોઈ રીત છે?
– હા. ગૂગલની અલગ-અલગ સર્વિસ અલગ-અલગ ડેટા કલેક્ટ કરે છે અને કંપની કહે છે કે સ્ટોર કરેલી બધી માહિતી ગૂગલ ડેશબોર્ડ દ્વારા એક્સેસ કરી શકાય છે.
શું ગૂગલ આસિસ્ટન્ટ હંમેશા લોકોને સાંભળતું રહેશે ?
– ના. કંપનીના જણાવ્યા અનુસાર, કંપનીના વર્ચુઅલ આસિસ્ટન્ટ – ગૂગલ આસિસ્ટનને જ્યાં સુધી એક્ટિવેટ કરવામાં ન આવે ત્યાં સુધી સ્ટેન્ડબાય મોડ પર રહે છે. આવામાં કોઈ એક્ટિવિટી ડિટેક્ટ ન થવાથી ગૂગલને પણ મોકલી શકાય નહીં અને સેવ પણ કરી શકીયે નહીં.