ઓછી કિંમત ધરાવતાં હેન્ડસેટનો ઉપયોગ કરતાં ઇન્ટરનેટ યૂઝરને સારો ગૂગલ અનુભવ આપવા માટે નવી એપ ગૂગલ ગો લોન્ચ કરવામાં આવી છે. આ એપ દ્વારા ગૂગલની સર્વિસ જેવી કે સર્ચ, વોઇસ સર્ચ, ઝિફ, યુટ્યુબ, ટ્રાન્સલેટ અને મેપ્સ તથા સર્ચબાર જેવી તમામ સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થશે. ગૂગલ ગોમાં સર્ચ ટ્રેન્ડ અને અન્ય કોઇ ખાસ મુદ્દા પર ચાલી રહેલી સ્ટોરી પણ જોવા મળશે. આજે ગૂગલ ફોર ઇન્ડિયા ઇવેન્ટમા કંપનીએ નવી ગૂગસ ગો એપ લોન્ચ કરી છે.
ગૂગલના વાઇસ પ્રેસિડેન્ટ એન્જીનિયરિંગના શશિધર ઠાકુરે ઇવેન્ટમાં જણાવ્યું કે, ‘અમે હજારો ભારતીય નાગરિકો પાસેથી પ્રતિક્રિયા મેળવી જેથિ ગૂગલ ગો દ્વારા નવા યૂઝર સુધી ઇન્ટરનેટ પહોંચી શકે.’
ગૂગલની સેવાઓ ઉપરાંત નવા ગો એપ દ્વારા યૂઝરને ફેસબુક,ક્રિકબઝ અને ઇન્સ્ટાગ્રામ જેવી એપ પણ મળશે. એપમાં એક બટન છે, જેને ટેપ કરતાં યૂઝર સર્ચ ક્વેરીને ટ્રાન્સલેટ કરી શકશે. પાંચ એમબીથી પણ ઓછી સાઇઝની ગૂગલ ગો એપ 40 ટકાથી પણ ઓછો ડેટા વાપરે છે. આ એપ એક જીબી રેમથી ઓછી રેમ ધરાવતાં ડિવાઇસ માટે ઓપ્ટિમાઇઝ કરવામાં આવી છે. આ એપ આજથી તમામ એન્ડ્રોઇડ ડિવાઇસ પર આજથી ડાઉનલોડ કરી શકાશે અને એન્ડ્રોઇડ ગો ડિવાઇસમાં આ એપ પહેલાંથી જ ઇન્સ્ટોલ્ડ છે.
512 એમબી-1જીબી રેમ ધરાવતા સ્માર્ટફોન માટે ગૂગલે ઓરિયો ગો એપની ઘોષણા કરી છે. આ એન્ડ્રોઇડ 8.0 ઓરિયોનું એક ઓપ્ટિમાઇઝ્ડ વર્ઝન છે, જેને ઓછી કિંમત વાળા ફોન માટે બનાવવામાં આવી છે. આ એપ આગામી કેટલાંક મહિનાઓમાં ઉપલબ્ધ થશે. આ સાથે જ આ ઇવેન્ટમાં ફાઇલ્સ ગો એપ પણ લોન્ચ કરવામાં આવી છે.