સામાન્ય રીતે એવું કહેવાય છે કે, ઉત્તરાયણ અને મહા શિવરાત્રી બાદ સામાન્યત: કાતિલ ઠંડી વિદાય લેતી હોય છે. જો કે ફેબ્રુઆરીમાં પણ આ વર્ષે ઠંડી અનુભવાઈ રહી છે. જોકે, બીજી બાજુ હવે આગામી દિવસોમાં ઠંડીથી રાહત મળશે તેવા પણ સમાચાર સામે આવી રહ્યાં છે. એટલે હવે શિયાળો વિદાય લઇ રહ્યું છે તેવો અહેસાસ થઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર સહીત રાજ્યભરમાં તાપમાનનો પારો ઉંચકાયો છે.
રાજકોટનું લઘુતમ તાપમાન 18.8 ડિગ્રી નોંધાયું
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં હવે લોકોને ઠંડીમાં થોડી રાહત મળી શકે છે. આજથી લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થશે. આજથી તાપમાનનો પારો 3થી 4 ડિગ્રી સુધી વધ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનમાં વધારો થશે. આગામી સપ્તાહથી ગરમીમાં વધારો થશે. રાજકોટનું લઘુતમ તાપમાન 18.8 ડિગ્રી નોંધાયું છે જયારે પવનની ગતિ 8 કિમિ પ્રતિ કલાક અને હવામાં ભેજનું પ્રમાણ 90 ટકા જેટલું નોંધાયું હતું.
ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી થઈ થવાની શક્યતા રહેશે
રાજ્યમાં ઠંડીના જોરમાં ઘટાડો થવાની આગાહી કરી છે. તેમણે માર્ચ સુધીમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી જવાની સંભાવના વ્યક્ત કરી છે. ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી ગરમી જોર પકડશે અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ પહોંચી જશે. આ પછી 19થી 20 ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન વધતું જશે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી થઈ થવાની શક્યતા રહેશે.