- ધન્ય છે ભરવાડ તને!!!
- કારગીલ સેક્ટરમાં પાકિસ્તાનની ઘૂસણખોરી વિશે નામગ્યાલે ભારતીય સૈનિકોને ચેતવણી આપી, જેમની સતર્કતાએ યુદ્ધમાં અપાવી જીત
1999 માં કારગીલ સેક્ટરમાં પાકિસ્તાનની ઘૂસણખોરી વિશે ભારતીય સૈનિકોને ચેતવણી આપવાનો શ્રેય લદ્દાખી ભરવાડ તાશી નામગ્યાલના નામે જાય છે. તેમજ તેઓના કાર્ય બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તેમનું તેઓએ આ વર્ષની શરૂઆતમાં દ્રાસમાં 25માં કારગિલ વિજય દિવસની વર્ષગાંઠ સમયે તેમની પુત્રી ત્સેરિંગ ડોલકર અને એક શિક્ષક સાથે ત્યાં હાજરી આપી હતી. તેવા મધ્ય લદ્દાખની આર્યન ખીણમાં રહેતા નામગ્યાલનું 58 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું છે.
જે અંગે ફાયર એન્ડ ફ્યુરી કોપ્ર્સના અધિકારી હેન્ડલે ડ પર એક પોસ્ટમાં આકસ્મિક નિધન બાદ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે, “રાષ્ટ્ર માટે તેમના યોગદાન માટે સેના તેની ઋણી રહેશે અને તેમના નિ:સ્વાર્થ બલિદાનને હંમેશા યાદ રાખવામાં આવશે.” સાથે જ “પરિવારને તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવી છે અને સતત સમર્થનની ખાતરી આપવામાં આવી છે,” વધુમાં કહ્યું હતું કે, “યુદ્ધ તરફ દોરી જતા કારગીલ ઘૂસણખોરીના પ્રથમ બાતમીદારનું નામ સુવર્ણ અક્ષરોમાં કોતરવામાં આવશે. “દુ:ખની આ ઘડીમાં અમે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ,” તેમ ઉમેર્યું હતું.
તેના ગુમ થયેલા યાકની શોધ કરતી વખતે, નમગ્યાલે મે 1999ની શરૂઆતમાં બટાલિક પર્વતમાળા પર બંકરો ખોદતા પઠાણ પોશાકમાં પાકિસ્તાની સૈનિકોને જોયા. પરિસ્થિતિની ગંભીરતાને સમજીને, તેણે તરત જ ભારતીય સેનાને જાણ કરી, એક સમયસર ચેતવણી જેણે ભારતના લશ્કરી પ્રતિભાવને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી.
ત્યારબાદ કારગીલ યુદ્ધ, 3 મે અને 26 જુલાઈ, 1999 વચ્ચે લડવામાં આવ્યું હતું, જેમાં ભારતીય સૈનિકો ઝડપથી એકત્ર થતા જોવા મળ્યા હતા, જેણે શ્રીનગર-લેહ હાઈવેને તોડવાના પાકિસ્તાનના અપ્રગટ મિશનને નિષ્ફળ બનાવ્યું હતું. નમગ્યાલની તકેદારી ભારતની જીતમાં નિમિત્ત સાબિત થઈ, તેને એક એવા પરાક્રમી ભરવાડ તરીકે ઓળખ અપાઈ, જેમની સતર્કતાએ સંઘર્ષનો પ્રવાહ ફેરવ્યો અને યુદ્ધમાં જીત અપાવી હતી.