સાઉથ આફ્રિકાના ઘાતક બોલર ડેલ સ્ટેઈનને ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે.
સ્ટેન વન ડે અને ટી-૨૦ ક્રિકેટ મેચ રમતા રહેશે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ સોમવારના રોજ એક નિવેદનમાં કહ્યું હતું, સ્ટેન ૨૦૧૯-૨૦ સીઝનનો કરાર યથાવત રહેશે અને તેઓ વન ડે તથા ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં રમતા રહેશે.
૩૬ વર્ષના સ્ટેને એક નિવેદનમાં કહ્યું હતું, આજે હું ક્રિકેટની ટેસ્ટ મેચ ફોર્મેટથી અલગ થઇ રહ્યો છે.
જેને મેં સૌથી વધારે પ્રેમ કર્યો છે. મારુ માનવું છે કે ટેસ્ટ ક્રિકેટ રમતનું સાથી વધારે અસરકારક વર્ઝન છે.
જે તમારી માનસિકતા,શારીરિકતા અને ભાવનાત્મક રૂપેપરીક્ષા લે છે.
સ્ટેને જણાવ્યું, બીજીવાર ટેસ્ટ ન રમવા અંગે વિચારીને મને ખરાબ લાગી રહ્યું છે અપરંતુ ક્યારેય ન રમવું તે દુ:ખભર્યું છે. આ માટે હું વનડે ટી-૨૦ પર ધ્યાન આપીશ. ૨૦૦૪માં ઇંગ્લેન્ડની સામે પોર્ટ એલિઝબેથ ખાતે ટેસ્ટ ક્રિકેટ મેચમાં તેમને શરૂઆત કરી હતી.
તેઓ દક્ષિણ આફ્રિકાના સૌથી સફળ બોલર છે. સ્ટેને ૯૩ ટેસ્ટમાં ૪૩૯ વિકેટ મેળવી છે. તેમણે છેલ્લી મેચ ફેબ્રુઆરી મહિનામાં શ્રીલંકા સામે રમી હતી.