ટાટા ગ્રૂપના ટેલિકમ સેગમેન્ટમાં ટાટા ટેલિસર્વિસિઝે તેના કન્ઝ્યુમર ટેલિકોમ બિઝનેસને ભારતી એરટેલ સાથે મર્જ કરવાની જાહેરાત કરી છે. આ હસ્તાંતરણ બાદ 40 લાખ ટાટા ડોકોમો યુઝર્સને એરટેલમાં સ્વિચ કરી દેવામાં આવશે.
તાજેતરમાં જ રિપોર્ટ મળી રહ્યા છે કે ટાટા ગ્રૂપ દ્વારા તેના ટેલિકોમ બિઝનેસ બંધ કરવાની તૈયારીમાં છે અને તેના માટે સરકારને(ડીઓટી)સત્તાવાર રીતે માહિતી આપવામાં આવી છે.
ટાટા ટેલિસર્વિસિઝ અને ભારતી એરટેલે કરાર હેઠળના એરટેલે ટાટા ટેલિસર્વિસિઝના બિઝનેસ ઓપરેશનને હસ્તગત કરશે. ટાટા ગ્રૂપ ટેલિકોમ બીઝનેસ 19 સર્કલમાં છે અને આ બધા એરટેલના થઇ જશે.
કંપની મુજબ, આ હસ્તાંતરણ હાલમાં જ રેગ્યુલેટરી અપ્રુવલ માટે મોકલવામાં આવ્યું છે, તે પછીથી આ માન્ય થશે. ઇટીના અહેવાલના આધારે ભારતીને ગુરુવારે માન્યતા આપવામાં આવી છે.
આ કરાર હેઠળ ટાટા સીએમબીની બધી એસેટ અને કસ્ટમર્સ ભારતી એરટેલના થઇ જશે. આ ઉપરાંત, કંપની પાસે હવે 178.5 એમએચઝ સ્પેક્ટ્રમ હશે.
કરારના માધ્યમથી ભારતી એરટેલે ખાતરી આપી છે ટાટાના કસ્ટમર્સને શ્રેષ્ઠ ગુણવત્તા સેવા મળશે. આ ઉપરાંત તેમને એક્સ્ટ્રા સર્વિસ મળશે છે જેમાં વૉઇસ અને ડેટા આપવામાં આવશે.
ભારતી એરટેલના ચેરમેન સુનિલ મિત્તલએ સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે ભારતીય મોબાઇલ ઇન્સ્ટસ્ટ્રી અને ડિજિટલ ક્રાંતિ હેઠળ વિશ્વ ક્લાસની સેવા આપવી તે મહત્વનું ડેવેલપમેન્ટ છે. આ કરાર હેઠળ ભારતી એરટેલ 10,000 કરોડ રૂપિયાના સ્પેક્ટ્રમ દેવાદારીમાં ભાગીદાર હશે.