અમદાવાદના કોમી તોફાનમાં પોલીસ ફાયરીંંગમાં દરરોજ એકાદ બે વ્યક્તિના મોતની બનતી ઘટના અટકાવી ગોમતીપુર અને રખીયાલ વિસ્તારમાં સારી લોક ચાહના એ જ સંભારણું બની ગયું
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની પ્રજા કાયમ માટે મનમાં વસેલી રહેશે:
જોઇન્ટ પોલીસ કમિશનર ખત્રી રાજકોટ સાથે જોડાયેલો નાતો આગળ ધપાવવાનો કોલ આપતા જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી
શહેરમાં જોઇન્ટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી વયમર્યાદાના કારણે નિવૃત થતા સિધ્ધાર્થ ખત્રી ‘અબતક’ મિડીયા હાઉસની શુભેચ્છા મુલાકાતે આવ્યા ત્યારે તેઓએ સીએમના શહેરના નિવૃત થવાનું ગૌરવ મળ્યાનું જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રીએ જણાવ્યું હતું.
રાજકોટ ઉપરાંત અમદાવાદ, સુરત અને વડોદરા જેવા રાજયના મહત્વના શહેરોમાં ફરજ બજાવી લોકોમાં સારી લોકચાહના ધરાવતા જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રીએ પોતાને પોલીસ ડીપાર્ટમેન્ટમાં જોડાયા બાદ લોકોની સારી સેવા કરવાની ભગવાને તક આપી હોવાનું કહ્યું હતુ. ગોધરાકાંડ સમયે વડોદરા ખાતે ફરજ પર હતા ત્યારે લોકોની મદદથી જ તાત્કાલિક મૃતકોના મૃતદેહ તેમના પરિવારજનોને મળી રહ્યા હતા અને ઘવાયેલાઓને તાકીદે સારવાર મળી હોવાથી મૃતકની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું કહ્યું હતું.
ગોધરાકાંડ સમયે આઇજીપી રાકેશ આસ્થાનાનું માર્ગ દર્શનના કારણે જ ત્વરીત કામગીરી થઇ શકી હતી અને તે સમયના રેલ મંત્રી લાલુપ્રસાદ યાદવ ગુજરાત આવ્યા ત્યારે તેઓ મૃતકોને કયાં રાખ્યા છે તે અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓએ મૃતકોની તેમના પરિવારજનોએ અંતિમ વિધી કરી નાખ્યાનું જાણી નવાઇ પામ્યા હતા.
સુરતમાં ફરજ દરમિયાન લાલવાટાધારીઓ અવાર નવાર હડતાલ પડાવતા હોવાથી વેપારીઓ ત્રસ્ત હોવાથી ડાયમંડ અને હડતાલ પાડનારાઓની વચ્ચે મધ્યસ્થી કરાવી કાપોદરા વિસ્તારમાં કાયમી શાંતિ અને ભાઇચારો બની રહે તેવી કામગીરીકાયમ માટે યાદગાર બની ગઇ છે. રાજકોટવાસીઓનો પ્રેમ કાયમ માટે યાદગાર બની રહેશે અને મુખ્ય મંત્રી વિજયભાઇ ‚પાણીના શહેરમાં કામ કરવાની તક મળી અને તેમના જ શહેરમાં નિવૃત થયો તેનું પોતાને ગૌરવ હોવાનું ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન જણાવ્યુ હતું.