વ્યાંજકવાદને નાથવા પિડીતોની વ્હારે આવતા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા
રાજયભરમાં વ્યાંજકવાદને નાથવા માટે સરકાર અને પોલીસ દ્વારા શરુ કરાયેલી ઝુંબેશને વધુ અસરકારક બનાવવા અને વ્યાજની ચુંગાલમાં ફસાયેલા પિડીતોની આર્થિક જરુરીયાત પુરી થઇ રહે તે માટે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા દ્વારા સતકાર્ય કહી શકાય તેવી પહેલ કરી બેન્ક અને વ્યાજની ચુંગાલમાં ફસાયેલા પિડીતો વચ્ચે સેમિનાર યોજી ગ્રામ્ચ વિસ્તારના પિડીતોને વ્હારે આવ્યા છે. જરુરીયાત મંદોને કંઇ રીતે લોન મળે તે અંગે સેમિનારમાં માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું. જેના કારણે કમ્મરતોડ વ્યાજ વસુલ કરતા વ્યાંજકવાદીઓમાંથી પિડીતોનો છુટકારો કરવા પોલીસ દ્વારા આવકાર્ય કાર્ય કરવામાં આવ્યું છે.
ગીર સોમનાથ જીલ્લા પોલીસ કાયદાકીય કડક કાર્યવાહી સાથે માનવતાવાદી અભિગમ અપનાવી લોકોને વ્યાજખોરોની ચૂંગાલમાંથી મુક્ત કરાવવા તેમજ નાણા ધિરધારના કાયદાઓથી માહિતગાર કરવા અને લોક જાગૃત્તિ માટે સમાજના મધ્યમ-ગરીબ વર્ગના લોકો સરળતાથી લોન કેવી રીતે ઉપલબ્ધ કરી શકે તે બાબતે વાકેફ કરવા ઉદેશથી ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને વેરાવળ સીટી પોલીસ તથા પ્રભાસ પાટણ પોલીસ દ્વારા લોક જાગૃત્તિ હેતુસરનો એક કાર્યક્રમ તા.1 ફેબ્રુઆરી બપોરના ત્રણ વાગ્યે સોમનાથના ત્રિવેણી રોડ ઉપર આવેલ નૂતન રામમંદિર ઓડીટોરીયમ ખાતે યોજાશે. જેમાં રાષ્ટ્રીયકૃત બેંકો-નોન બેન્કીંગ ફાયનાન્સ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહી સરળતાથી લોન તથા ધિરાણની સવલતો સંબંધી માહિતીઓ આપશે. આ અંગે જીલ્લા પોલીસ વડા મનોહરસિંહજી જાડેજા તેમજ વેરાવળ સીટી પોલીસ ઇન્સ.સુનિલ ઇસરાણી તેમજ પ્રભાસ-પાટણ પોલીસ ઇન્સ.એસ.પી.ગોહિલ તૈયારીઓ કરી રહ્યાં છે.w