પાલીતાણાના આચાર્યે ૧૯૪૫થી અત્યાર સુધીના ૪૦૦૦ વિદ્યાર્થીઓના નામ કમ્પ્યુટરાઈઝડ કર્યા
પાલીતાણાની મોટી પાણીયાળી કે.વ શાળાના આચાર્યએ વર્ષ ૧૯૪૫ થી અત્યાર સુધીના ચાર હજાર વિધ્યાર્થીઓના નામ કમ્પ્યુટરાઈજ કર્યા છે. દરરોજ શાળાએ જઈ શાળાના ૨૩૦ વૃક્ષો અને બગીચાને પાણી પાવાનું કાર્ય પણ નિયમિત કરે છે.
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારી ફેલાયેલ છે અને સરકાર દ્વારા તમામ શાળાના તમામ શિક્ષકો અને આચાર્યને શાળાએ જવા માથી મુક્તિ આપવામાં આવી છે તેવા સમયે પાલિતાણા તાલુકાનાં મોટી પાણીયાળી કે.વ શાળાના આચાર્ય બી.એ.વાળા એકલાએ લોકડાઉનના સમયનો સદુપયોગ કરીને શાળા ૧૯૪૫ માં શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં શાળાના જનરલ રજીસ્ટરમાં નોંધાયેલ તમામ ચાર હજાર વિધ્યાર્થીઓના નામ કમ્પ્યુટરાઈજ કરવાનું કાર્ય કર્યું છે જેથી હવે હાલના કે ભુતપૂર્વ વિધ્યાર્થી દાખલો કે સર્ટિ કઢાવવા આવશે ત્યારે જુદાજુદા રજીસ્ટરોમાં નામ શોધવાની જરૂર નહિ પડે અને કમ્પ્યુટરમાં સર્ચ કરતાં જ નામ મળી જશે, જેથી હવે કાયમના માટે સર્ટિ કે દાખલો કઢાવવા આવનાર વ્યક્તિ અને શાળાના આચાર્યનાં સમયની બચત થશે અને આ રજીસ્ટરો પણ લાંબા સમય સુધી સારી સ્થિતિમાં સચવાયેલ રહેશે.
આ ઉપરાંત શાળાના વિશાળ કેમ્પસમાં ૨૩૦ વૃક્ષો અને બગીચો છે તેમને નિયમિત પાણી પાવાનું કાર્ય પણ આચાર્ય બી.એ.વાળા નિયમિત રીતે કરે છે શાળાના બગીચાની જાળવણીમાં ગામના યુવાન રામજીભાઇ વાઘેલા પણ મદદ કરી રહ્યા છે.