નિફ્ટીમાં 165 પોઇન્ટ તો બેન્ક નિફટીમાં 588 પોઇન્ટનો તોતિંગ વધારો : રોકાણકારો ગેલમાં
ગત શુક્રવારે રેડ ઝોનનો સામનો કર્યા બાદ આજે સપ્તાહના પ્રથમ દિવસે બૅન્કોના સારા પરિણામોથી શેરબજારમાં તેજી જોવા મળી છે. આજે સેન્સેકસમાં 600 પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે. જેને પગલે આજે રોકાણકારો ગેલમાં આવ્યા છે.
ભારતીય શેરબજાર સોમવારે જોરદાર તેજી સાથે ખુલ્યું હતું. બંને મુખ્ય સૂચકાંકોમાં તેજી સાથે ટ્રેડિંગની શરૂઆત થઈ હતી. સવારે 10:30 કલાકની સ્થિતિએ બીએસઇ સેન્સેક્સ 600 પોઈન્ટ્સ એટલે કે 0.99ટકા વધીને 61,654 .57 પર અને નિફ્ટી 165.55 પોઈન્ટ્સ એટલે કે 0.92 ટકા વધીને 18,234.50 પર હતો.
એનએસઇ પર સવારે 9:44 વાગ્યા સુધીમાં 1464 શેર ગ્રીન ઝોનમાં હતા જ્યારે 458 રેડ ઝોનમાં હતા. આજે ઓટો, એફએમજીસી, બેન્કિંગ, રિયલ્ટી અને ઈન્ફ્રા શેરોમાં ખરીદી જોવા મળી રહી છે.
સેન્સેક્સ પેકમાં ઈન્ડસઈન્ડ બેંક, એમ&એમ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, કોટક મહિન્દ્રા, પાવર ગ્રીડ, ટાટા મોટર્સ, એક્સિસ બેંક, એચડીએફસી, એનટીપીસી, એચડીએફસી બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, મારુતિ સુઝુકી, આઇટીસી, રિલાયન્સ, ટાઇટન. , ટાટા સ્ટીલ, વિપ્રો અને ટેક મહિન્દ્રા લાભ સાથે કારોબાર કરી રહ્યા છે. સન ફાર્મા, એલએન્ડટી, એશિયન પેઈન્ટ્સ અને ઈન્ફોસીસના શેર રેડ ઝોનમાં ખુલ્યા હતા.
અંતિમ ક્વાર્ટરમાં બીઓઆઈના નફામાં 115 ટકા અને યુનિયન બેન્કના નફામાં 61 ટકાનો વધારો
બેન્ક ઓફ ઈન્ડિયાએ માર્ચ ક્વાર્ટરમાં કરવેરા પછીના તેના એકીકૃત નફામાં 115 ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો. નફો 3,882 કરોડ થયો છે.બેંક નાણાકીય વર્ષ 24 માં ઇક્વિટી મૂડીમાં રૂ. 4,500 કરોડની મૂડી વધારવાની યોજના બનાવી રહી છે, જે ધિરાણકર્તામાં સરકારનો હિસ્સો સેબી દ્વારા ફરજિયાત 75 ટકા નીચે લાવવામાં મદદ કરશે.એડવાન્સિસમાં 13 ટકાની વૃદ્ધિ સાથે બેન્કની મુખ્ય ચોખ્ખી વ્યાજની આવક 37 ટકાથી વધુ વધીને રૂ. 5,493 કરોડ થઈ હતી. તેણે ચોખ્ખું વ્યાજ માર્જિન વધારીને 3.15 ટકા કર્યું છે જે એક વર્ષ અગાઉના ગાળામાં 2.56 ટકા હતું.
યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં તેના નફામાં 61.18 ટકાનો વધારો કરીને 1,440 કરોડ રૂપિયા નોંધાવ્યા છે. સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં, બેંકે એડવાન્સ અને ડિપોઝિટમાં વર્ષ-દર-વર્ષે મજબૂત વૃદ્ધિ નોંધાવી હતી, જ્યારે ગ્રોસ નોન-પરફોર્મિંગ એસેટ્સમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. વ્યાજનું માર્જિન વાર્ષિક ધોરણે વધુ વિસ્તર્યું છે. એક્સચેન્જો સાથે શેર કરેલા નિવેદન મુજબ, ચોખ્ખી વ્યાજની આવક – મેળવેલ વ્યાજ અને ખર્ચવામાં આવેલ વ્યાજ વચ્ચેનો તફાવત – રૂ. 8,251 કરોડ હતો