- હવે લોનધારકોને થશે ફાયદો
- RBIએ રેપો રેટમાં કર્યો 0.25 ટકાનો ઘટાડો
- રેપો રેટ 6.25% થી ઘટાડીને 6% કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
હવે લોનધારકોને લોન લેવામાં ફાયદો થશે. RBI એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25% ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. રપછી, લોકોના ઘર અને કાર લોનના EMI ઘટશે. આ સતત બીજી વખત છે જ્યારે RBI એ રેપો રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.
ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.25% ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. 7 થી 9 એપ્રિલ સુધી ચાલેલી MPC બેઠક બાદ બુધવારે એટલે કે આજે સવારે RBI દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારપછી, લોકોના ઘર અને કાર લોનના EMI ઘટશે. આ સતત બીજી વખત છે જ્યારે RBI એ રેપો રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જોકે, નિષ્ણાતો પહેલાથી જ RBIના આ પગલાની અપેક્ષા રાખી રહ્યા હતા.
RBI ની નાણાકીય નીતિ સમિતિએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે રેપો રેટ હવે ઘટાડીને 6% કરી દેવામાં આવ્યો છે.
ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરવાની જાહેરાત કરી દીધી છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે હવે રેપો રેટ 6.25% થી ઘટાડીને 6% કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી લોન ધારકો પર EMIનો બોજ ઓછો થઈ શકે છે. શેરબજારના રોકાણકારોની નજર પણ આ જાહેરાત પર ટકેલી હતી.
આ નિર્ણય RBIની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની 3 દિવસની બેઠક બાદ લેવામાં આવ્યો. આજે આ બેઠકનો છેલ્લો દિવસ હતો અને તેની ગવર્નર સંજય મલ્હોત્રા દ્વારા સવારે 10 વાગ્યે કરવામાં આવી. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે, ‘મોનેટરી પોલિસી કમિટી (MPC) એ તાત્કાલિક અસરથી પોલિસી રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ ઘટાડીને 6% કરવા માટે સર્વસંમતિથી મતદાન કર્યું.’
સતત બીજી વખત રેપો રેટમાં ઘટાડો
આ સતત બીજી વખત છે જ્યારે RBI એ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. ફેબ્રુઆરીમાં પણ 0.25% નો ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યારે રેપો રેટ 6.5% થી ઘટાડીને 6.25% કરવામાં આવ્યો હતો.
EMI પર શું અસર થશે?
રેપો રેટમાં ઘટાડાની સીધી અસર હોમ લોન, પર્સનલ લોન અને કાર લોનના EMI પર પડશે. આ ઉપરાંત બેંકો હવે RBI પાસેથી સસ્તા વ્યાજ દરે લોન લેશે, જેથી તેઓ ગ્રાહકોને ઓછા વ્યાજ દરે લોન પણ આપી શકે. તેનો અર્થ એ થયો કે હવે EMI પહેલા કરતા ઓછી થઈ શકે છે.
રેપો રેટ શું છે?
રેપો રેટ એ વ્યાજ દર છે. જેના પર RBI બેંકોને લોન આપે છે. જ્યારે આ દર ઘટે છે, ત્યારે બેંકોને સસ્તું ફંડ મળે છે, અને તેઓ પણ તેમના ગ્રાહકોને સસ્તી લોન આપી શકે છે.
સામાન્ય માણસ પર અસર
જો બેંકોને ઓછા વ્યાજ દરે લોન મળે છે, તો તેઓ સામાન્ય માણસને પણ ઓછા વ્યાજ દરે લોન આપી શકે છે. ઘર અને કાર લોન સસ્તી થઈ શકે છે. બેંક દરેક વ્યક્તિને ફિક્સ્ડ અને ફ્લોટિંગ પર બે અલગ અલગ વ્યાજ દરે લોન આપે છે. ફ્લોટિંગ પર વ્યાજ દરમાં ફેરફાર થઈ શકે છે, જ્યારે ફિક્સ્ડ ડિપોઝિટમાં ફેરફાર થતો નથી.